ન્યૂ યૉર્ક – ફેમા (FEMA) અનુવાદ તથા અર્થઘટન (ઇન્ટરપ્રેટેશન)ની સેવાઓ આપે છે જેથી હોનારતથી પ્રભાવિત લોકો જે અંગ્રેજી નથી બોલી શકતા અથવા સીમિત બોલી શકે છે તેમની સાથે સંવાદ થઈ શકે. ફેમા (FEMA) પાસે બહેરા, જેમને સાંભળવામાં મુશ્કેલી છે અથવા ઓછું દેખાતું હોય એવા લોકોની સાથે સંપર્ક અને સંવાદ માટે સ્ટાફ અને ટેકનૉલૉજી છે.
અનુવાદ યુએસ સેન્સસ (વસતી ગણતરી) અને અન્ય વસતી વિષયક રિસર્ચ પર આધારિત છે.
ન્યૂ યૉર્કમાં ફેમાની લિખિત અનુવાદ સેવા હેઠળ 25 ભાષાઓમાં મેસેજ કરી શકાય છે: આલ્બેનિયન, એરેબિક, બંગાળી, બર્મીઝ, સિમ્પ્લિફાઇડ ચાઇનીઝ, ફ્રેન્ચ, ગ્રીક, ગુજરાતી, હૈતિયન ક્રેઓલ, હિબ્રુ, હિંદી, ઇટાલિયન, જાપાની, કિરુંડી, કોરિયન, મલૈ, પૉલિશ, પોર્ટ્યુગીઝ, રશિયન, સ્પૅનિશ, સ્વાહિલી, ટૈગાલૉગ, ઉર્દૂ, વિયતનામીઝ અને યિદ્દીશ. અન્ય ભાષાઓને પણ જરૂર પડ્યે આ યાદીમાં ઉમેરી શકાય.
ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડા પછી, ફેમા (FEMA) પોતાની વેબસાઇટ fema.gov પર 25 ભાષાઓમાં ન્યૂઝ રિલીઝ અને ફૅક્ટ શીટ્સ પોસ્ટ કરે છે. ફેમાની ટેલિફોન ઇન્ટરપ્રેટેશન સર્વિસ 117 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો ત્યારે જે વીડિયો રિલે સર્વિસ વાપરે છે (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમા (FEMA)ને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દરરોજ ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો. અન્ય ભાષાના ઇન્ટરપ્રેટર સાથે વાત કરવા માટે 3 દબાવો.
તમે ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને ફેમાના સ્ટાફ તથા અન્ય સંઘીય અને રાજ્યની એજન્સીઓના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળી શકો છો જે તમને હોનારતસંબંધી સહાયતા અંગે વધુ માહિતી આપી શકે છે. ફેમાનો સ્ટાફ ઇન્ટરપ્રેટર સર્વિસ માટે પ્રશિક્ષિત છે.
હોનારતથી પ્રભાવિત વ્યક્તિ જો અંગ્રેજીનું સીમિત કૌશલ ધરાવે છે, તેમને ભાષા ઓળખવા માટે (લેંગુવેજ આઇડેન્ટિફિકેશન ગાઇડ) બતાવવામાં આવશે 69 ભાષાઓમાં “હું બોલું છું... ” (“આઈ સ્પીક … ”). હોનારતથી પ્રભાવિત લોકો જે ભાષા સમજતા હોય તેના તરફ ઇશારો કરી શકે છે અને ફેમાના પ્રતિનિધિઓ તેમની ભાષા બોલતા ઇન્ટરપ્રેટર સાથે વાત કરાવશે.
હોનારતથી પ્રભાવિત લોકો નીચે આપેલી કાઉન્ટીઝમાં રહેતા હોય એ લોકો હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી શકે છે: બ્રૉન્ક્ઝ, ડચેસ, કિંગ્સ, નસાઉ, ક્વીન્સ, રિચલૅન્ડ, રૉકલૅન્ડ, સુફૉક અને વેસ્ટચેસ્ટર.
ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાના પગલે રાહતકાર્યોની તાજી માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 પર મેળવો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુક પર અહીં facebook.com/fema ફૉલો કરો.