જો વીમામાં તમારા નુકસાનની ભરપાઈ ન થાય તો અન્ય સ્રોતોથી મદદ મેળવી શકો છો

Release Date Release Number
010
Release Date:
ઓક્ટોબર 7, 2021

ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કના કેટલાક રહેવાસીઓને ઇડા વાવાઝોડામાં થયેલા નુકસાનની ભરપાઈ વીમા વડે થઈ છે. પરંતુ સારામાં સારો વીમો પણ બધી નુકસાનીની ભરપાઈ ન કરી શકે એટલે રાજ્ય, સંધ તથા બિનસરકારી પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે.

ફેમા (FEMA) તરફથી તમને એ આશયનો પત્ર મળી શકે છે કે તમે સંઘીય હોનારત સહાયતા (ફેડરલ ડિઝાસ્ટર આસિસ્ટન્સ) મેળવવા માટે લાયક નથી અથવા તમારી પાસે વધારે માહિતી માગવામાં આવી શકે છે.

વીમામાં કવર ન થતી અથવા ઓછી રકમનો વીમો હોય એવી હોનારતથી થયેલી નુકસાની અથવા અન્ય ગંભીર જરૂરિયાતો માટે ફેમા (FEMA) અરજદારોને મદદ કરી શકે છે. અરજદારોએ ફેમાને તેમને ઉપલબ્ધ સંપૂર્ણ વીમા કવરેજની માહિતી આપવાની રહેશે, જેમાં ભોજન, વાહન, મોબાઇલ, ઘર, મેડિકલ, દફનવિધિ વગેરે સામેલ છે.

અરજદાર ખાનગી વીમાની કઈ કૅટેગરીમાં સહાય માટે લાયક છે, આ અંગે ફેમા કોઈ નિર્ણય કરે એ પહેલાં અરજદારે વીમાના સેટલમેન્ટ અથવા લાભના દસ્તાવેજ આપવાના રહેશે.

ફેમા (FEMA) તરફથી વીમાની લાયકાત નિર્ધારિત કરવા અંગેનો પત્ર મળે તો તેની પાછળ આ કારણો હોઈ શકે છે:

  • રહેઠાણ (ઑક્યૂપેન્સી)ની ખરાઈ ન થઈ શકી;
  • નુકસાન પામેલી પ્રૉપર્ટીની માલિકીની ખરાઈ ન થઈ શકી;
  • ઓખળના પુરાવાની ખરાઈ ન થઈ શકી;
  • ફેમા (FEMA)ને વીમાના સેટલમેન્ટના દસ્તાવેજ નથી મળ્યા.

તમારે પત્રને ધ્યાનપૂર્વક વાંચવો જેથી ફેમા (FEMA)એ માગેલી માહિતી અને દસ્તાવેજ આપી શકો.

જો તમને ફેમા (FEMA)ના પત્ર અથવા ફેમાના નિર્ણય અંગે કોઈ પ્રશ્ન હોય તો ફેમાની હૅલ્પલાઇન 800-621-3362 (711/વીઆરએસ) પર કૉલ કરતી વખતે તમારો ફેમા રજિસ્ટ્રેશન નંબર તૈયાર રાખો.

હૅલ્પલાઇન સાતેય દિવસ, સવારે આઠથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ઑપરેટર્સ તમને તમારી ભાષા બોલતા નિષ્ણાત સાથે સંપર્ક કરાવી શકે છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો જેમકે વીડિયો રિલે સર્વિસ, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ તો ફેમાને તેનો નંબર આપો.

સંઘના કાયદા મુજબ ફેમા, વીમા હેઠળ કવર થતા અંગત અથવા મકાન-ઘરની નુકસાનીની ભરપાઈ ન કરી શકે.

જો તમારો વીમો હોય તો તમે વીમા કંપનીનો સંપર્ક કરીને વીમાનો ક્લેમ દાખલ કરો અને તમારા વીમા કવર, લાભ (બેનિફિટ) અને સેટલમેન્ટના દસ્તાવેજ માગો, વીમા હેઠળ કઈ વસ્તુઓ કવર થાય છે અને તમારા ક્લેમ હેઠળ શેની ભરપાઈ કરવામાં આવી તેની વિગતવાર માહિતી માગો.

આ માહિતી ફેમા (FEMA), ઇન્ડિવિજુઅલ્સ ઍન્ડ હાઉસહોલ્ડ્સ પ્રોગ્રામ, નેશનલ પ્રોસેસિંગ સર્વિસ સેન્ટર, પી.ઓ.બૉક્સ 10055, હ્યૅટ્સવિલ, એમડી 20782-7055  પર મોકલી આપો, અથવા 800-827-8112  પર ફૅક્સ કરો. આ બધા દસ્તાવેજો પર ફેમા (FEMA) રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરો.

તમે ફેમા (FEMA)ના નિર્ણય અંગેનો પત્ર મળ્યાના 60 દિવસની અંદર અરજી કરી શકો છો. અરજી માટેની ગાઇડલાઇન્સ ફેમા (FEMA)ના પત્રમાં આપેલી છે.

 જો તેમને યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની લૉન ઍપ્લિકેશન મળી હોય તો તેને ભરીને મોકલી આપવાની ભલામણ કરવામાં આવે છે. હોનારત પછી અન્ય પ્રકારની સહાય મેળવવા માટે આ અગત્યનું પગલું છે. તમે એસબીએ અરજી https://DisasterLoanAssistance.sba.gov વેબસાઇટ પર દાખલ કરી શકો છો અથવા વધુ માહિતી માટે એસબીએના કસ્ટમર સર્વિસ સેન્ટરને 800-659-2955 પર કૉલ કરી શકો છો. તમે કોઈ પણ ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લઈ શકો છો. DRC Locator (fema.gov) વેબસાઇટ પર તમારી નજીક આવેલું ડીઆરસી શોધી શકો છો.

ફેમા (FEMA) ડિઝાસ્ટર આસિસ્ટન્સ (સંઘ તરફથી હોનારત પછી મળતી સહાય) માટેની છેલ્લી તારીખ રવિવાર પાંચ ડિસેમ્બર છે.

ફેડરલ ડિઝાસ્ટર આસિસ્ટન્સ (સંઘ તરફથી હોનારત પછી મળતી સહાય) મેળવનાર માટે પૂરસંબંધી વીમાની જરૂરિયાતની માહિતી https://www.fema.gov/sites/default/files/2020-05/FloodInsuranceRequirements-080119.pdf નીપર મળશે. અતિરિક્ત ઑનલાઇન માહિતી માટે અને ફેમા (FEMA)ના ડાઉનલોડ કરી શકાય તેવાં ચોપાનિયાં માટે DisasterAssistance.gov વેબસાઇટ પર જાઓ અને ઇન્ફૉર્મેશન પર ક્લિક કરો.

ખાસ સામુદાયિક જરૂરિયાતો માટે એજન્સી અંગે વધુ જાણવા માટે, https://www.211nys.org/contact-us વેબસાઇટ પર જાઓ અથવા 211 પર કૉલ કરો. ન્યૂ યૉર્કના રહેવાસીઓ 311 પર કૉલ કરો.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હૅલ્થ ઍન્ડ હ્યૂમન સર્વિસ સબ્સટન્સ અબ્યૂઝ ઍન્ડ મેન્ટલ હૅલ્થ સર્વિસ એડમિનિસ્ટ્રેશને ડિઝાસ્ટર ડિસ્ટ્રેસ હૅલ્પલાઇન પણ સક્રિય કરી છે. હોનારતથી પ્રભાવિત લોકો જે માનસિક તાણ અનુભવતા હોય તેમના માટે 800-985-5990 પર આ ટોલફ્રી, બહુભાષી, ક્રાઇસિસ સપોર્ટ સર્વિસ સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ છે. અમેરિકન સાઇન લેંગુવેજ વાપરતા યૂઝર્સ 800-985-5990 હેલ્પલાઇન પર વીડિયોફોન મારફતે સંપર્ક કરી શકે છે અથવા Disaster Distress Helpline-ASL Now વેબપેજ પર જમણી બાજુના ‘એએસએલ નાઉ વિકલ્પને પસંદ કરી શકે છે. 

ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાં પછી રાહતકાર્ય અંગે તાજી માહિતી મેળવવા માટે www.fema.gov/disaster/4615 વેબસાઇટ પર જાઓ. ટ્વિટર પર twitter.com/femaregion2 અને ફેસબુક પર www.facebook.com/fema.ફૉલો કરો.

Tags:
સુધાર્યુ