કોવિડ-19 રાષ્ટ્રીય ઇમરજન્સીને કારણે તથા બધા અમેરિકન લોકોની સુરક્ષા તથા આરોગ્યની રક્ષા માટે ફેમા પ્રાથમિક રૂપથી મકાનોનું નિરીક્ષણ બહારથી અથવા રિમોટ ઇન્સપેક્શન કરાવશે. આ નિરીક્ષણ સંઘની હોનારતસંબંધિત સહાયતા માટે પ્રભાવિતોની લાયકાત નક્કી કરવા માટે છે. ઇડા વાવાઝોડાથી પ્રભાવિત લોકો જેમણે કહ્યું છે કે તેમનું મકાન રહેવા લાયક, સ્વચ્છ અને સુરક્ષિત નથી, તેમના મકાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
- પ્રાથમિક રૂપથી બાહ્ય નિરીક્ષણ કરવામાં આવશે. સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનની ગાઇડલાઇન્સ મુજબ નિરીક્ષક સાથે મુલાકાત મકાનની બહાર જ થશે. કેટલાક કિસ્સાઓમાં પ્રભાવિતોને રિમોટ ઇન્સપેક્શન માટે સંપર્ક કરવામાં આવશે.
- ફેમાના નિરીક્ષકો અરજદારને તેમનો ફોટો આઈડી બતાવવા કહેશે અને નુકસાનીને દર્શાવતી તસવીરો, રસીદો, બિલ અથવા ખર્ચનો અંદાજ બતાવવા કહેશે. આ દસ્તાવેજો નિરીક્ષક લઈ નહીં જાય અથવા તેની ફોટોકૉપી પણ નહીં કરે. અરજદારોએ DisasterAssistance.gov પર પોતાના એકાઉન્ટમાં પોતાના દસ્તાવેજો અપલોડ કરવા અથવા દસ્વાતેજ અપલોડ કરવા માટે ડિઝાસ્ટર રિકવરી સેન્ટર પર નિષ્ણાતોની મદદ લેવી. તમારી નજીકનું રિકવરી સેન્ટર (રાહત કેન્દ્ર) fema.gov/DRC અહીં શોધો.
- ફેમાના ઇન્સપેક્ટર નુકસાનનું આકલન બહારથી નિરીક્ષણ કરીને અને અરજદારને નુકસાન વિશે પ્રશ્નો પૂછીને કરશે. જો અરજદાર કે સહઅરજદાર ઇન્સપેક્ટરને મળવા માટે હાજર રહી શકે તેમ ન હોય તો ત્રીજી વ્યક્તિને લેખિતમાં નિરીક્ષકને મળવા માટે અધિકૃત કરવી.
- ફેમાના નિરીક્ષકો તોફાનથી થયેલું કુલ નુકસાન નક્કી નથી કરતા. નિરીક્ષક એન્જીનિયર અથવા સેફ્ટી અધિકારી પણ નથી. ફેમાના નિરીક્ષકો મકાનની સુરક્ષા અંગે તમારી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ વત્તી નિર્ણય ન લઈ શકે. જો તમને લાગે કે તમારું મકાન કાયદાકીય રીતે રહેવા માટે સુરક્ષિત નથી તો મ્યુનિસિપાલિટીના અધિકારીઓનો સંપર્ક કરો.
- ફેમા નુકસાન પામેલી વસ્તુઓની રિપ્લેસમેન્ટ વેલ્યુની રકમ નથી ચૂકવતું અથવા બિનજરૂરી વસ્તુઓ માટે સહાયતા નથી આપતું. ફેમા માત્ર મકાનને સુરક્ષિત, સ્વચ્છ અને સક્રિય બનાવવા માટે સહાયતા આપે છે. ફેમાની સહાયતા વીમાનો વિકલ્પ નથી.
- ફેમાના અધર નીડ્સ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ મળતી અનેક પ્રકારની સહાયતા માટેની લાયકાત પર બાહ્ય નિરીક્ષણનો કોઈ પ્રભાવ નહીં પડે. બાળકની સારસંભાળ (ચાઇલ્ડ કેર), ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ અને ડેન્ટલ, અંતિમવિધિના ખર્ચ, મકાનના સામાનની હેરફેર અથવા સ્ટોરેજના ખર્ચ સામે મળતી સહાયતાનો આ પ્રોગ્રામમાં સમાવેશ થાય છે. ગ્રૂપ ફ્લડ ઇન્શ્યોરેન્સ પૉલિસી આસિસ્ટન્સનો પણ આ પ્રોગ્રામમાં સમાવેશ થાય છે.
- જો અરજદારને પાછળથી ખબર પડે કે શરૂઆતમાં જેટલુ આકલન કરવામાં આવ્યું તેના કરતાં વધારે નુકસાન થયું છે તો તેઓ ફેમાને અતિરિક્ત સહાયતા માટે અરજી કરી શકે છે. અરજદારો ફરીથી નિરીક્ષણની વિનંતી કરી શકે છે.
ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટેની અરજી વેબસાઇટ પર DisasterAssistance.gov, ફેમા મોબાઇલ ઍપ પર અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કરી શકો છો. જો તમે વીડિયો રિલે સર્વિસ વાપરો છો (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તે સર્વિસનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો.
ન્યૂ યૉર્કમાં ચાલતાં રાહતકાર્યોની આધિકારિક માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 પર મેળવો. ફેમાને ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુક પર અહીં facebook.com/fema ફૉલો કરો.