ન્યૂયૉર્ક- હોનારતથી પ્રભાવિત થનારા બધા લોકોને સંઘીય હોનારત સહાય પ્રોગ્રામની માહિતી સમાન રૂપથી ઉપલબ્ધ છે, તેમાં મદદ માટે અરજી કેવી રીતે કરવી, તેનો પણ સમાવેશ થાય છે.
ન્યૂયૉર્ક રાજ્ય અને ફેમા ઇડા વાવાઝોડાં પછી સર્જાયેલી હોનારતથી પ્રભાવિત બધા લોકોની મદદ માટે પ્રતિબદ્ધ છે. જેમાં વિકલાંગ અને જેમને માહિતી મેળવવા માટે મદદની જરૂર અથવા અન્ય વહેવારુ જરૂરિયાતો હોય તેમનો પણ સમાવેશ થાય છે. જો તમને વિકલાંગતા અથવા ઉપલબ્ધતામાં ખામીને કારણે કોઈ મદદ અથવા રહેવા માટે જગ્યાની જરૂર હોય તો ફેમાને જાણ કરો, જ્યારે તમે મદદ માટે અરજી કરો ત્યારે ફેમાને જાણ કરો અથવા હોનારત પછી મદદની પ્રક્રિયા દરમિયાન પણ જાણ કરી શકો છો.
આ મદદ અનુદાનના રૂપમાં આપવામાં આવશે.
બ્રૉંક્ઝ, કિંગ્ઝ, નસાઉ, ક્વીન્સ, રિચમન્ડ, રૉકલૅન્ડ, સુફૉક અથવા વેસ્ટચેસ્ટર કાઉન્ટીઝના રહેવાસીઓ ફેમાને મકાનના સમારકામ અને હોનારત સંબંધી જરૂરી ખર્ચ માટે મદદની અરજી કરી શકે છે. પ્રાથમિક રહેઠાણને નુકસાન અથવા સામાન ગુમાવવાની ઘટના એકથી ત્રણ સપ્ટેમ્બર 2021ની વચ્ચે બની હોવી જોઈએ.
ફેમા પાસેથી મદદ માટે અરજી કરવા: DisasterAssistance.gov ની મુલાકાત લો, ફેમા મોબાઇલ ઍપ વાપરો અથવા ફેમા હૅલ્પલાઇન નંબર 800-621-3362 (711/વીઆરએસ) પર કૉલ કરો. જો તમે રિલે સર્વિસ જેમકે વીડિયો રિલે સર્વિસ, કૅપ્શનવાળી ટેલિફોન સર્વિસ અથવા અન્ય વાપરતા હો તો ફેમાને તે નંબર આપો. હૅલ્પલાઇન્સ પર સાતે દિવસ 24 કલાક ઑપરેટર્સ હોય છે અને તમારી ભાષા બોલતા કોઈ નિષ્ણાતની સાથે તમારો સંપર્ક કરાવી શકશે.
અરજી કરતી વખતે આટલી માહિતી આપવી પડશે:
- નામ અને પ્રાથમિક અરજદારનો સોશિયલ સિક્યૂરિટી નંબર
- નામ અને સેકન્ડરી (દ્વિતીય) અરજદાર અથવા સહઅરજદારનો એસ.એસ.એન (જરૂરી નથી પણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે)
- હાલનું અને હોનારત પહેલાંનું સરનામું
- હોનારત પહેલાં ઘરમાં રહેતા બધાં સદસ્યોનાં નામ
- હાલ તમારો સંપર્ક થઈ શકે તેની માહિતી
- ઘરમાં કઈ-કઈ પ્રકારના વીમા કરાવેલા છે તેની માહિતી
- હોનારત પહેલાં ઘરની કુલ વાર્ષિક આવક
- હોનારતથી થયેલું નુકસાન
- ડાયરેક્ટ ડિપોઝિટ અથવા નાણાકીય મદદ માટે બૅન્કની માહિતી, જો માગવામાં આવે તો
- ફેમાએ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખોલ્યાં છે જ્યાં તમે ફેમાના કર્મચારીઓ અને રાજ્ય તથા સંઘીય સંસ્થાઓના પ્રતિનિધિઓનો સીધો સંપર્ક કરી શકો છો જે તમને હોનારત પછી ઉપલબ્ધ મદદ વિશે માહિતી આપી શકશે. તમારી આસપાસ રિકવરી સેન્ટર શોધવા માટે અહીં DRC Locator (fema.gov) ક્લિક કરો.
ફેમા દુભાષિયા, રિયલ-ટાઇમ કૅપ્શન તથા વૈકલ્પિક ફૉર્મેટ જેમકે બ્રેઇલ, મોટા પ્રિન્ટ, ઑડિયો અને ઇલેક્ટ્રોનિક વર્ઝન ઉપલબ્ધ કરાવી શકે છે. એજન્સી લોકોને ફેમાના કર્મચારીઓ સાથે સંવાદ અને ફેમાના કાર્યક્રમોને સમજવા માટે મફત સેવા પણ અપાવી શકે છે. મદદ આ પ્રમાણે છે:
- ફેમાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રોનિક ફૉર્મેટમાં માહિતી ઉપલબ્ધ છે
- અમેરિકાના યોગ્યતા પ્રાપ્ત સાઇન લૅંગુવેજ ઇન્ટરપ્રેટર્સ
- યોગ્યતા પ્રાપ્ત બહુભાષી ઇન્ટરપ્રેટર
- અલગ-અલગ ભાષાઓમાં માહિતી
- અખબાર, રેડિયો, ટીવી, સોશિયલ મીડિયા, સ્થાનિક અધિકારીઓ અને ખાનગી સેક્ટરના પાર્ટનર્સ માહિતી મેળવવામાં મદદ કરતા હોય છે
સામુદાયિક જરૂરિયાત માટે ખાસ મદદ કરતી સંસ્થાઓની માહિતી મેળવવા માટે https://www.211nys.org/contact-us
પર તમારી નજીકના 211 કાઉન્ટ્સ સેન્ટરનો સંપર્ક કરો.
ન્યૂ યૉર્ક શહેરમાં 311 પર કૉલ કરો. અને બહારના વિસ્તારમાં 211 પર કૉલ કરો.
વધુ ઑનલાઇન સંસાધનો અને ફેમાના ડાઉનલોડ કરેલા ચોપાનિયાં તથા અન્ય મદદ માટે DisasterAssistance.gov ની મુલાકાત લો અને “ઇન્ફૉર્મેશન” પર ક્લિક કરો.
ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાં પછી રાહત કાર્ય પર વધુ માહિતી મેળવવા માટે www.fema.gov/disaster/4615 ની મુલાકાત લો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુક પર www.facebook.com/fema ફૉલો કરો.