ફેમા મોબાઇલ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર બ્રૉન્ક્ઝની મુલાકાત લેશે

Release Date:
ઓક્ટોબર 27, 2021

ફેમા મોબાઇલ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર 29 ઑક્ટોબરથી એક નવેમ્બર સુધી બ્રૉન્ક્ઝમાં ઇડા વાવાઝોડાથી પ્રભાવિત રહીશોને ફેમાની હોનારતસંબંધી સહાય માટે અરજી કરવામાં મદદ અને પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર રહેશે.

હોનારતથી પ્રભાવિત રહીશો મોબાઇલ યુનિટની મુલાકાત લઈને ફેમા સ્ટાફ અને અન્ય રાજ્ય તથા સંઘની એજન્સીઓના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળી શકે છે. તેમને દસ્તાવેજ અપલોડ કરવામાં પણ મદદ મળશે. યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને નીચા વ્યાજદરની લૉન્સ માટે કેવી રીતે અરજી કરવી એ અંગે મકાનમાલિકો, ભાડૂતો, વેપારી એકમો અને ખાનગી નૉનપ્રૉફિટ સંસ્થાઓને માહિતી આપશે.

મોબાઇલ યુનિટ આ સરનામે હાજર રહેશે:

બ્રૉન્ક્ઝ કાઉન્ટી સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી.

પેલહૅમ બે પાર્ક ખાતે એઇલીન બી. રિક્રિએશ્નલ કૉમ્પલેક્સ

મિડલડાઉન રોડ અને સ્ટેડિયમ એવન્યુ

બ્રૉન્ક્ઝ, એનવાઇ 10465

શુક્રવાર, 29 ઑક્ટોબર, શનિવાર, 30 ઑક્ટોબર અને સોમવાર, 1 નવેમ્બર

હોનારતથી પ્રભાવિત લોકોએ રિકવરી સેન્ટરની મુલાકાત લેવી જરૂરી નથી. તમે વેબસાઇટ DisasterAssistance.gov પર ઑનલાઇન અરજી કરી શકો છો. ફેમાની મોબાઇલ ઍપ વાપરી શકો છો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તે નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સ્પેનિશ માટે 2 દબાવો અને તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર સાથે વાત કરવા માટે 3 દબાવો.

ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, 6 ડિસેમ્બર છે.

ન્યૂ યૉર્કમાં રાહતકાર્યની આધિકારિક માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4615 ની મુલાકાત લો. ફેમાને ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુકને અહીં facebook.com/fema પર ફૉલો કરો.

Tags:
સુધાર્યુ