ચાર ફેમા ડિઝાસ્ટર રિકવરી સેન્ટર બંધ થશે, એકને ખસેડવામાં આવશે

Release Date Release Number
NR 022
Release Date:
ઓક્ટોબર 8, 2021

ટ્રેન્ટન, એન.જે. – ચાર ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ આવતા અઠવાડિયે બંધ થશે, એક સેન્ટરને ખસેડવામાં આવશે. આ સેન્ટર બંધ થશે પરંતુ વ્યક્તિગત સહાયતા મળતી રહેશે. હોનારતથી પ્રભાવિ થયેલા લોકો તેમની નજીકનું સેન્ટર ઑનલાઇન fema.gov/drc વેબસાઇટ પર શોધી શકે છે અથવા ડીઆરસી અને હાલનો ઝિપકોડ 43362 પર ટેક્સ્ટ કરો. મૅસેજ અને ડેટાના સ્ટૅન્ડર્ડ ભાવ લાગશે.

હોનારત પછી પ્રભાવિત લોકો ફરી સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે ત્યારે સહાયતા માત્ર એક ફોનકૉલ દૂર છે. તેઓ માત્ર કંપ્યૂટર પર માઉઝના એક ક્લિકથી અથવા ફેમા (FEMA) ઍપ પર મદદ મેળવી શકે છે.

મિડલસેક્સ કાઉન્ટીમાં ડીઆરસીને આવતી કાલ, નવ ઑક્ટોબર સાંજના ચાર વાગ્યાથી કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

  • મિડલસેક્સ ફાયર એકૅડેમી, 1001 ફાયર એકૅડેમી ડ્રાઇવ, કૅફેટેરિયા બી, સાયરેવિલ 08872. શનિવાર: સવારે નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી.

આ સેન્ટર નવા સરનામે ખસેડવામાં આવશે અને સોમવાર, ઑક્ટોબર 11થી શરૂ થશે.

  • પિસકૅટઅવે ફાયર એકૅડેમી, 171 બેકેલૅન્ડ એવેન્યુ, પિસકૅટઅવે 08854. સમય છે સોમવારથી શનિવાર સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી.

હૅન્ટરડન અને હડસનમાં સ્થિત ડીઆરસી મંગળવાર ઑક્ટોબર 12 સાંજના પાંચ વાગ્યાથી કાયમ માટે બંધ થશે.  

  • હન્ટરડન કાઉન્ટી: યુનિયન ફાયર કંપની #1, 230 એન. મેઇન સ્ટ્રીટ., લૅમ્બર્ટવિલ 08530. સમય: સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી. શનિવારે: સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી.
  • હડસન કાઉન્ટી: સીકૉકસ પબ્લિક લાઇબ્રરી ઍન્ડ બિઝનેસ રિસોર્ચ સેન્ટર, 1379 પૅટરસન પ્લૅન્ક રોડ., સીકૉકસ 07094. સમય: સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી. શનિવારે: સવારે  9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. 11 ઑક્ટોબર કોલંબસ ડેના બંધ રહેશે.

બર્ગન અને પેસૅકમાં ડીઆરસી 13 ઑક્ટોબર, બુધવારે સાંજે પાંચ વાગ્યાથી કાયમ માટે બંધ થશે.

  • બર્ગન કાઉન્ટી: ફિલિપ સિઆરકો જુનિયર લર્નિંગ સેન્ટર, 355 મેઇન સ્ટ્રીટ., હૅકનસૅક 07652. સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી.
  • પેસૅક કાઉન્ટી: લિટલ ફૉલ્સ સિવિક સેન્ટર, 19 વૉરન સ્ટ્રીટ., લિટલ ફૉલ્સ 07424. સમય: સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. શનિવારે, સમય: સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી.

મદદ હજી ઉપલબ્ધ છે

હોનારતથી પ્રભાવિત લોકો હોનારતસંબંધી માહિતી અને સહાયતા આ રીતે મેળવી શકે છે: DisasterAssistance.gov વેબસાઇટ પર ઑનલાઇન અથવા 800-621-3362 પર કૉલ કરીને (ટીટીવાઈ:800-462-7585); કે પછી ફેમા ઍપ (FEMA app) સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકે છે. હોનારતથી પ્રભાવિત વ્યક્તિ જો બહેરી કે મૂંગી હોય કે બોલવા-સાંભળવાની વિકલાંગતા હોય અને ટીટીવાઈ વાપરતી હોય તો 800-462-7585 પર કૉલ કરી શકે છે.  ટોલફ્રી લાઇન હાલ સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ કે અન્ય કોઈ સર્વિસ તો ફેમા (FEMA)ને એ નંબર આપો.બહુભાષી ઑપરેટર્સ પણ ઉપલબ્ધે છે.

હોનારત પછી સહાયતા મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4, નવેમ્બર 2021 છે.

તાજી માહિતી માટે fema.gov/disaster/4614 વેબસાઇટની મુલાકાત લો. ફેમા રિજન 2ને ટ્વિટર પર twitter.com/FEMAregion2 ફૉલો કરો.

Tags:
સુધાર્યુ