હરિકેન ઇડા દ્વારા $23.5 મિલિયનના નુકસાન બાદ ફેડરલ સહાય

Release Date Release Number
NR 008
Release Date:
સપ્ટેમ્બર 17, 2021

ટ્રેન્ટન, NJ – $23.5 મિલિયન કરતા વધુ ફેડરલ સહાય, હરિકેન ઇડાનો લેન્ડફોલ થયો તેના પછી બે સપ્તાહમાં ન્યુ જર્સીના બચી ગયેલા લોકો માટે મંજૂર કરવામાં આવી છે.

42,000 કરતા વધુ ન્યુ જર્સીના રહેવાસીઓએ FEMA સહાય માટે રજિસ્ટર કરાવ્યું છે. FEMA દ્વારા ન્યુ જર્સીના 2,700 કરતા વધુ પરિવારો માટે $11.7 મિલિયન મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં સામેલ છે:

  • $10.8 મિલિયન કરતા વધુ આવાસ અનુદાન (હાઉસિંગ આસિસ્ટન્સ), પ્રાથમિક રહેઠાણો માટે સમારકામના અથવા હંગામી આવાસના ભાડા માટે મંજૂર થયા.
  • નુકસાન પામેલા અંગત મિલકતોના સમારકામ અથવા તેને બદલવા માટે અથવા હોનારત સંબંધિત આવશ્યક ખર્ચ અને અન્ય ગંભીર જરૂરિયાતો માટે $9,50,000 કરતા વધુ રકમના અનુદાનો.

અન્ય સહાય પણ આપવામાં આવી, જેમાં આનો પણ સમાવેશ થાય છે:

  • ન્યુ જર્સીમાં $9.8 મિલિયન કરતા વધારે પૂર વીમાના દાવા (ફ્લડ ઇન્શ્યુરન્સ) જેમાં 6,000 દાવાઓની ચુકવણીઓ થઈ ચૂકી છે.
  • $1.9 મિલિયન કરતા વધુ રકમ, બચી ગયેલા 56 લોકોને U.S. સ્મોલ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન મારફતે ઓછા વ્યાજ સાથે ધિરાણ કરવામાં આવ્યું.

હાલમાં ન્યૂ જર્સીમાં આઠ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખુલ્લા છે જ્યાં બચી ગયેલા લોકો FEMAના ઇંડિવિજ્યુઅલ અને હાઉસહોલ્ડ પ્રોગ્રામ, FEMAના હેઝાર્ડ મિટિગેશન પ્રોગ્રામ અને સ્મોલ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન લોન પ્રોગ્રામ્સના પ્રતિનિધિઓ સાથે વાત કરી શકે છે જેથી લેખિત પત્રવ્યવહાર અંગેના પ્રશ્નોના જવાબ મળે અને સમારકામ અને ઘરોને હોનારત રોધી બનાવવા માટેના પુનઃનિર્માણ અંગેનું સાહિત્ય મળી શકે. આ ‌સ્થળો FEMAની એપ પર અથવા ઓનલાઇન અહીં મળી શકશે https://egateway.fema.gov/ESF6/DRCLocator

સહાયતા, સંભવિત જરૂરિયાતો માટે અને ‌સ્થાનિક રાજ્ય, ફેડરલ અને સહાય કરી શકે એવી સંસાધનો ધરાવતી સ્વૈચ્છિક એજન્સીઓ સાથે જોડાણો કરવા માટે કુલ 17 FEMA ડિઝેસ્ટર સર્વાઇવર અસિસ્ટન્સ ટીમો અને બે FEMA કૉર ટીમ 11 કાઉન્ટીઓમાં બચી ગયેલા લોકોને મદદ કરી રહ્યા છે.

બર્ગન, એસેક્સ, ગ્લોસેસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મોરિસ, પેસેઇક, સોમરસેટ અને યુનિયન કાઉન્ટીના વ્યક્તિઓ હોનારત સહાય માટે અરજી કરવા પાત્ર છે.

જો તમે વીમા ન ધરાવતા હો અથવા ઓછો વીમો ધરાવતા હો, તો તમે ફેડરલ સહાય માટે પાત્ર બની શકો છો.

અરજી કરવાની સૌથી ઝડપી અને સરળ રીત અહીંની મુલાકાત છે disasterassistance.gov/.

જો ઓનલાઇન અરજી કરવી શક્ય ન હોય તો 800-621-3362 (TTY: 800-462-7585) પર કૉલ કરો ટોલ ફ્રી ટેલિફોન લાઇનો હાલમાં દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ચાલુ છે. જો તમે રિલે સેવાનો ઉપયોગ કરતા હો, જેમ કે વિડિયો રિલે સેવા (VRS), કેપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય, તો તે સેવાનો નંબર FEMAને આપો.

જો તમારી પાસે મકાનમાલિકો અથવા ભાડુઆતનો વીમો હોય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે દાવો દાખલ કરવો જોઈએ. કાયદા અનુસાર, વીમા દ્વારા આવરી લેવામાં આવેલા નુકસાન માટે FEMA ડુપ્લિકેટ લાભો ઊભા કરી શકતી નથી. જો તમે વીમા ન ધરાવતા હો અથવા ઓછો વીમો ધરાવતા હો, તો તમે ફેડરલ સહાય માટે પાત્ર બની શકો છો.

જ્યારે તમે સહાય માટે અરજી કરો છો, ત્યારે નીચેની માહિતીથી સરળતાથી ઉપલબ્ધ થાય, એવી તૈયારીમાં રહો:

  • હાલનો ફોન નંબર જ્યાં આપનો સંપર્ક થઈ શકે
  • હોનારત સમયે તમારું સરનામું અને તમે જ્યાં રહો છો તે સરનામું
  • ઉપ‌લબ્ધ હોય તો, તમારો સોશ્યલ સિક્યોરિટી નંબર
  • નુકસાન અને હાનિની સામાન્ય યાદી
  • વીમો હોય તો, પોલિસી નંબર અથવા એજંટ અને/અથવા કંપનીનું નામ

અદ્યતન માહિતી માટે અહીં મુલાકાત લો fema.gov/disaster/4614. FEMA ના રિજન 2 Twitter એકાઉન્ટને અહીં ફોલો કરો twitter.com/FEMAregion2.

Tags:
સુધાર્યુ