ફેમા આસિસ્ટન્સ ફર્નેસના સમારકામ અથવા તેને બદલવામાં મદદરૂપ હોઈ શકે

Release Date:
ઓક્ટોબર 19, 2021

શું તમે મકાનમાલિક છો જેમને ફેમા તરફથી મકાનના સમારકામ માટે સહાયતા મળી છે? શું તમને પછી ખબર પડી કે તમારી ફર્નેસ પણ ઇડા વાવાઝોડાના પગલે નુકસાન પામી છે અથવા તૂટી છે?

જો વીમામાં તમારી ફર્નેસ કવર નહોતી થઈ તો ફેમા તમને તેના સમારકામ અથવા તેને બદલવા માટે અતિરિક્ત સહાય આપી શકે છે. પરંતુ તમારે ફેમાને લેખિત અરજી કરવી પડશે અને તેની સાથે ખરાઈ થઈ શકે તેવી સમારકામની રસીદ અથવા તેના ખર્ચનો અંદાજ જોડવો પડશે.

ફેમા ફર્નેસના સમારકામના વાસ્તવિક ખર્ચ અથવા ખર્ચના અંદાજની ચૂકવણી કરી શકે છે. જો તમે ફર્નેસમાં સમારકામ કરાવ્યું અથવા તેને બદલાવી હોય તો ફેમા તમને જ્યારે તમે અરજી સાથે માન્ય ખર્ચનો અંદાજ અથવા રસીદ જમા કરશો, ત્યારે મદદ આપી શકે છે. જ્યારે તમે મદદ માટે અરજી કરો ત્યારે ઇડા વાવાઝોડાને પગલે ફર્નેસને થયેલા નુકસાન વિશે માહિતી આપવાનું ન ભૂલશો.

આ ફંડિંગ બ્રૉન્ક્ઝ, કિંગ્ઝ, નસાઉ, ક્વીન્સ, રિચમંડ, રૉકલૅન્ડ, સુફૉક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીના લાયકાત ધરાવતા ઇડા વાવાઝોડાને પગલે આવેલી હોનારતના પ્રભાવિતો માટે ઉપલબ્ધ છે જેમનો ઇડા વાવાઝોડાસંબંધિત ફેડરલ ડિઝાસ્ટર ડેક્લેરેશનમાં સમાવેશ કરાયો હતો. આ સહાયતા માટે માત્ર એવા (પ્રાથમિક રહેઠાણો) મકાનોને પાત્ર સમજવામાં આવશે જેમાં મકાનમાલિક પોતે રહેતા હોય. રજાઓ માટેના અથવા અતિરિક્ત (સેકન્ડ હોમ) મકાનો આ સહાયતા માટે પાત્ર નહીં હોય.

મકાનના સમારકામ માટે સહાયતા (હોમ રિપેર આસિસ્ટન્સ) માત્ર એવી વસ્તુઓ માટે ઉપલબ્ધ છે જેનો વીમો ન હોય અથવા વીમાની રકમ ઓછી હોય અને હોનારતસંબંધિત એવા કાર્યો જે મકાનને સુરક્ષિત, સ્વચ્છ અને ફરી કામ કરતું બનાવવા માટે હાથ ધરાયેલા હોય.

તમારા પ્રાથમિક રહેઠાણમાં અન્ય અંગભૂત ઘટકો જેમકે સેપ્ટિક સિસ્ટમ્સ, કૂવા, વૉટર હીટર્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ માટે પણ ફેમાની મદદ ઉપલબ્ધ છે.

યાદ રાખો:  તમારે ફેમાના નિર્ણય અંગેના પત્રની તારીખ પછી 60 દિવસની અંદર લેખિત અરજી જમા કરવાની રહેશે. અરજીને ટેકો આપે તે માટે ખરાઈ થઈ શકે એવી સમારકામની રસીદ અથવા અંદાજ, કૉન્ટ્રૅકટરનો અંદાજ અથવા અન્ય પુરાવા ઉમેરવાનું ન ભૂલશો.

ફેમાને અરજી મોકલી દો તના 90 દિવસ પછી ફેમા તરફથી તેના નિર્ણયનો પત્ર મળી શકે છે.

જો તમને તમારી અપીલ જમા કરવા અંગે પ્રશ્ન હોય તો ડિઝાસ્ટર રિકવરી સેન્ટર DRC Locator (fema.gov)  પર જઈ શકો છો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ) વાપરો છો, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તેનો નંબર આપશો. ફેમા ઑપરેટર્સ દરરોજ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે બે પ્રેસ કરો અને તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર સાથે વાત કરવા માટે 3 દબાવો.

હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવા તમે હૅલ્પલાઇનને કૉલ કરી શકો છો, વેબસાઇટ DisasterAssistance.gov પર અરજી કરી શકો છો અથવા ફેમા મોબાઇલ ઍપ વાપરી શકો છો.

ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ જે કાયદાકીય મામલામાં ઇડા વાવાઝોડાના પગલે અડચણોનો સામનો કરી રહી હોય તો સલાહ માટે ટોલફ્રી લાઇન: 888-399-5459 પર કૉલ કરો. જો તમને કાયદાકીય સેવા માટે લીગલ સર્વિસ પ્રોવાઇડરની જરૂર હોય તો https://nysba.org/ida પર જઈને  અરજી કરી શકો છો. કાયદાકીય સહાય આ પ્રકારની હોઈ શકે છે:

  •  મકાનમાલિક અને ભાડૂતના મામલાઓમાં કાઉન્સેલિંગ
  • મકાનના સમારકામના કૉન્ટ્રૅક્ટ અને કૉન્ટ્રૅક્ટર સંબંધિત સહાયતા
  • ગ્રાહક સુરક્ષાની બાબતો અને ભાવવધારો(પ્રાઇસ ગાઉજિંગ) અને પુનર્નિર્માણની પ્રક્રિયામાં કૉન્ટ્રૅક્ટરની છેતરપિંડીથી બચવા
  • સરકારી લાભ મેળવવામાં સહાયતા
  • જીવન, મેડિકલ અને પ્રૉપર્ટી ઇન્શ્યોરેન્સ ક્લેઇમ્સ અંગે મદદ
  • મૉર્ટગેજ (મોર્ટગેજ-ફોરક્લોઝર પ્રૉબલમ્સ) દેવાની રકમ ન ચૂકવવાને કારણે ગીરો મૂકેલી મિલકત છોડાવવાનો હક રદ કરવા અંગે કાઉન્સેલિંગ

વધુ ઑનલાઇન માહિતી અને ફેમાના ડાઉનલોડ કરી શકાય તેવા ચોપાનિયાં તથા અન્ય સહાયતા માટે વેબસાઇટ DisasterAssistance.gov પર જાઓ અને “ઇન્ફૉર્મેશન” પર ક્લિક કરો.

ખાસ સામુદાયિક જરૂરિયાતો માટે એજન્સીને સંપર્ક કરવા 211 પર કૉલ કરો અથવા https://www.211nys.org/contact-us ની મલાકાત લો. ન્યૂ યૉર્કના રહીશો 311 પર કૉલ કરી શકે છે.

 ન્યૂ યૉર્કના ઇડા વાવાઝોડા પછીના રાહતકાર્ય અંગે તાજી માહિતી મેળવવા માટે fema.gov/disaster/4615 વેસબાઇટની મુલાકાત લો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2  અને ફેસબુક પર અહીં  facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ