alert - warning

This page has not been translated into 한국어. Visit the 한국어 page for resources in that language.

આપતી રિકવરી સેન્ટર બ્રોડવ્યુમાં ખુલે છે

Release Date:
10월 19, 2024

SPRINGFIELD – બે ફેમા/સ્ટેટ આપતી રિકવરી કેન્દ્રો ૨૦ ઓક્ટોમ્બર, રવિવાર ના રોજ ખુલશે. જેથી ૧૩-૧૬ જુલાઈ, ૨૦૨૪ પછી થયેલ તીવ્ર તોફાનો, વાવાઝોડા, સીધા પવનો અને પૂર પછી રહેવાસીઓને તેની રીકવરી કરવામાં મદદ મળશે. 

ફેમા, ઇલિનોઇસ રાજ્ય અને યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના નિષ્ણાતો કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે, જેથી બચી ગયેલા લોકોને ફેડરલ આપત્તિ સહાય માટે અરજી કરવા, દસ્તાવેજો અપલોડ કરવા, તેમના પ્રશ્નોના વ્યક્તિગત ઉત્તર મેળવવા, ઉપલબ્ધ હોઇ શકે એવી અન્ય પ્રકારની સહાય મેળવવા અને વધુ આપત્તિ પ્રતિરોધી બનવાની રીતો શીખવામાં મદદ મળી શકે. 

આ કેન્દ્ર નીચેના સ્થળે, દિવસો અને કલાકો પર ખુલ્લું રહેશેઃ 

Beverly Center 
3031 South 25th Ave. 
Broadview, IL 60155 
કલાકો: સોમવાર થી રવિવાર સવારે 8:00 – સાંજે 7:00 

અન્ય અસરગ્રસ્ત કાઉન્ટીઓમાં વધારાના પુનઃપ્રાપ્તિ કેન્દ્રો ટૂંક સમયમાં ખોલવામાં આવશે. તમારી નજીકનું કેન્દ્ર શોધવા માટે તમે FEMA.gov/DRC પર ક્લિક કરી શકો છો. બચી ગયેલા લોકો મદદ માટે કોઈપણ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. 

અમેરિકન સાંકેતિક ભાષા સહિત અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં સહાયતા અને અનુવાદ કરેલી સામગ્રીઓ આ કેન્દ્ પર ઉપલબ્ધ છે. શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાના ધ્યેય સાથે, આપત્તિ નિવારણ (પુનઃપ્રાપ્તિ) કેન્દ્ર સ્થાનો તેમની સુલભતા માટે પસંદ કરવામાં આવે છે. તમામ સેન્ટર્સ પર સુલભ પાર્કિંગની જગ્યાઓ ઉપલબ્ધ છે.  

બચી ગયેલા લોકોએ ફેમા સહાય માટે અરજી કરવા માટે આપત્તિ નિવારણ (પુનઃપ્રાપ્તિ) કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી.  કેન્દ્રની મુલાકાત લીધા વિના અરજી કરવા માટે DisasterAssistance.gov પર જાઓ, ફેમા મોબાઇલ એપ ડાઉનલોડ કરો અથવા 800-621-3362 પર ફેમા હેલ્પલાઇન પર કોલ કરો. જો તમે રિલે સેવાનો ઉપયોગ કરો છો જેમ કે વિડિયો રિલે સેવા, કૅપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય, જ્યારે તમે અરજી કરો ત્યારે તે સેવા માટે તમારો નંબર FEMA ને આપો. ફેમા સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯ નવેમ્બર છે. 

ઇલિનોઇસમાં આપત્તિ પુનઃપ્રાપ્તિ કામગીરી વિશે વધુ માહિતી માટે www.fema.gov/disaster/4819 ની મુલાકાત લો.   

Tags: