SPRINGFIELD – તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો અને શિયાળો નજીક આવી રહ્યો છે, ત્યારે જો તમે 13 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન આવેલા ગંભીર તોફાનોથી અસરગ્રસ્ત થયા હોવ તો તમારા ઘરમાં તમારી હીટિંગ સિસ્ટમ, વોટર હીટર, ભઠ્ઠી અને અન્ય વિદ્યુત ઉપકરણો સારી રીતે કામ કરતા હોવાની સ્થિતિમાં છે કે નહીં તેની ખાતરી કરવાનું ફેમાનું સૂચન છે. જો બરાબર કામ ન કરતા હોય, તો તમે તેમને ફરી કામ કરતા કરવા માટે ફેમાની મદદ મેળવી શકશો.
જો પૂરનું પાણી તમારા ઘરની હીટિંગ સિસ્ટમ સુધી પહોંચી ગયું હોય, તો તેની ઓપરેટિંગ સલામતી માટે તમારે રિપેરિંગના અનુભવી કર્મચારીઓ પાસે તેની તપાસ કરાવવી જોઈએ. વાવાઝોડાથી નુકસાન પહોંચેલા આવશ્યક ઉપકરણો અને સિસ્ટમ ધરાવતા મકાનમાલિકોને તેનું રિપેરિંગ કરાવવા અથવા બદલવા માટે ફેમા પાસેથી ભંડોળ પ્રાપ્ત થઈ શકશે. જ્યારે તમે ફેમા સમક્ષ અરજી કરો, ત્યારે તમારી અરજીમાં ખાતરીપૂર્વક આ નુકસાનની જાણ કરો અને કોઈપણ રસીદો અથવા અંદાજો (એસ્ટીમેટ) પોતાની પાસે રાખો.
અરજી કર્યા પછી, તમે તમારી અરજીમાં જાણ કરેલા નુકસાનની ચકાસણી કરવા માટે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે ફેમા હાઉસિંગ ઇન્સ્પેક્ટર તમારો સંપર્ક કરી શકે છે. તમને ભંડોળ મળશે કે નહીં તેનો નિર્ણય ફેમા ઇન્સ્પેક્ટર નથી લેતા. ઘરનું ઇન્સ્પેક્શન થઈ ગયા પછી, ફેમાના નિષ્ણાતો તમારી અરજી, ઇન્સ્પેક્શનનાં પરિણામો અને/અથવા સબમિટ કરવામાં આવેલા એવા દસ્તાવેજોની સમીક્ષા કરે છે કે જેના પરથી યોગ્ય હોઈ શકે તેવા તમામ નુકસાન અને હાનિ નિર્ધારિત કરી શકાય. તમને ઈમેલ અથવા યુ.એસ. પોસ્ટલ સર્વિસ દ્વારા ટપાલ મારફતે ફેમાનો નિર્ણય પત્ર મોકલવામાં આવશે.
નવા દસ્તાવેજીકરણ સાથે ફેમાના નિર્ણય સામે અપીલ કરવી
જો તમને તમારી ભઠ્ઠી અને/અથવા વોટર હીટરને રિપેર કરવા માટે ફેમાની ગ્રાન્ટ મળી હોય અને પછીથી ખબર પડે કે તે વસ્તુઓ બદલવાની જરૂર છે, તો તમે વધારાની ગ્રાન્ટના ભંડોળ માટે ફેમાને અપીલ કરવાનું પસંદ કરી શકો છો. નિર્ણય પત્ર પર ઉલ્લેખિત તારીખના 60 દિવસની અંદર અપીલ સબમિટ કરવી આવશ્યક છે.
જો તમે ફેમાના નિર્ણયની અપીલ કરવાનું પસંદ કરો તો શું પ્રદાન કરવું જરૂરી છે તે અંગે તમારા ફેમાના પત્ર વિગતવાર માહિતી આપવામાં આવશે. તમારા નિર્ણય પત્રમાં અપીલ કરવાનું વિનંતી ફોર્મ પણ સામેલ છે જેનો ઉપયોગ વધારાની માહિતી જેમ કે આપત્તિને કારણે તમને થયેલા નુકસાનના પુરાવા સહિત સહાયક દસ્તાવેજોની નકલો પ્રદાન કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે. સબમિટ કરવામાં આવેલા તમામ દસ્તાવેજો, રસીદો, બિલો અને અંદાજોમાં સેવા પ્રદાતા/કોન્ટ્રાક્ટરના સંપર્કની માહિતી સામેલ હોવી આવશ્યક છે.
જો તમારી પાસે ફેમા ઑનલાઇન એકાઉન્ટ હોય તો તમારી અપીલ ફેક્સ અથવા ટપાલ સેવા દ્વારા, રૂબરૂમાં અથવા ઑનલાઇન સબમિટ કરી શકાય છે. ફેમા ઑનલાઇન એકાઉન્ટ સેટ અપ કરવા માટે, DisasterAssistance.govની મુલાકાત લો, “ઑનલાઇન અરજી કરો” પર ક્લિક કરો અને સૂચનાઓ અનુસરો.
- ટપાલ સેવા દ્વારા મોકલવાનું સરનામું: FEMA National Processing Service Center, P.O. Box 10055, Hyattsville, MD 20782-7055
- ફેક્સ દ્વારા: 800-827-8112, ધ્યાનાર્થ: ફેમા
- રૂબરૂમાં: તમારી અપીલ સબમિટ કરવા માટે કોઈપણ ડિઝાસ્ટર રિકવરી કેન્દ્રની મુલાકાત લો. અહીં કેન્દ્ર શોધો: fema.gov/DRC.
ફેમાની અપીલ પ્રક્રિયા વિશે વધુ જાણવા માટે, www.fema.gov/assistance/individual/after-applying/appealsની મુલાકાત લો.
બચી ગયેલા જે લોકોએ ફેમા સહાય માટે અરજી ન કરી હોય તેમણે DisasterAssistance.gov પર ઑનલાઇન અરજી કરવી જોઈએ જેના માટે, તમારા ફોન પર ફેમા એપ્લિકેશનનો ઉપયોગ કરો, ડિઝાસ્ટર રિકવરી કેન્દ્ર ની મુલાકાત લો અથવા 800-621-3362 પર કૉલ કરો. જો તમે રિલે સેવા, જેવી કે વિડિયો રિલે સેવા, કેપ્શન્ડ ટેલિફોન સેવા અથવા અન્યોનો ઉપયોગ કરવા માગતા હોય તો તમે તે સેવા માટે ફેમાને તમારો નંબર આપો.
ફેમા સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯ નવેમ્બર છે. ઇલિનોઇસમાં આપત્તિ પુનઃપ્રાપ્તિ કામગીરી વિશે વધુ માહિતી માટે www.fema.gov/disaster/4819ની મુલાકાત લો.