યુનિયન કાઉન્ટીમાં ડીઆરસી ખૂલ્યું

Release Date Release Number
NR 021
Release Date:
ઓક્ટોબર 5, 2021

ટ્રેન્ટન, એન.જે.–  તારીખ પાંચ ઑક્ટોબરે ન્યૂ જર્સીમાં યુનિયન કાઉન્ટીમાં ઇડા વાવાઝોડા પછીની અસરથી પ્રભાવિત થયેલા રહેવાસીઓની મદદ માટે ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખોલવામાં આવ્યું.  

ફેમા (FEMA) તથા યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ સેન્ટર પર હોનારત પછી સહાય કાર્યક્રમ વિશે સમજાવવા, પત્રવ્યવહાર વિશે સવાલ-જવાબ અને સમારકામ તથા મકાનને હોનારતથી સુરક્ષિત બનાવવા માટે પુનર્નિર્માણની લેખિત માહિતી આપવા માટે હાજર છે.

ડીઆરસી અહીં સ્થિત છે:

ક્રૅનફર્ડ કમ્યુનિટી સેન્ટર, 220 વૉલનટ એવન્યુ, એન.જે. 07016

સમય: સોમવારથી શુક્રવાર,સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી (ET)

શનિવારે, સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી.

રવિવારે બંધ રહેશે.

વ્યક્તિગત મુલાકાતમાં કોવિડ-19નું સંક્રમણ ફેલાવવાના ખતરાને ટાળવા માટે પ્રવેશ દરમિયાન માસ્ક પહેરવું કે ચહેરો ઢાંકવો જરૂરી છે. હોનારતથી પ્રભાવિત લોકો તથા સેન્ટરના સ્ટાફ માટે હૅન્ડ સૅનિટાઇઝર ઉપલબ્ધ છે.

સેન્ટરની મુલાકાત લેતા પ્રભાવિતો તથા સ્ટાફની ઉચ્ચ સ્તરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બે વર્કસ્ટેશન વચ્ચે છ ફીટનું અંતર રાખવામાં આવ્યું છે.

ફેમા (FEMA) સુનિશ્ચિત કરે છે કે જાહેરસ્થળોએ સફાઇ થતી રહે અને દરેક મુલાકાતી પછી વર્કસ્ટેશન પર સૅનિટાઇઝેશનનું કામ થાય.

બર્ગન, એસેક્સ, ગ્લૂસેસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ,મૉરિસ, પૅસેક, સોમરસેટ, યુનિયન અને વૉરેન કાઉન્ટીની વ્યક્તિઓ હોનારત પછી મળતી સહાય માટે અરજી કરી શકે છે. તમારી નજીકનું ડીઆરસી શોધવા માટે ફેમા ડીઆરસી લિંક: fema.gov/drc પર ક્લિક કરો.

ઑનલાઇન અથવા ફોન પર અરજી કર્યા પછી ડીઆરસી પર પ્રભાવિતો વધુ માહિતી મેળવી શકે છે અથવા સવાલ પૂછી શકે છે. પ્રભાવિતો ડીઆરસીની મુલાકાત લઈ શકે છે અને ફેમા ઍપ (FEMA App) પર તેઓ તેમની સૌથી નજીકમાં સ્થિત સેન્ટર શોધી શકે છે.

જો તમારી પાસે મકાનમાલિક અથવા ભાડૂતનો વીમો હોય તો તમારે જલ્દીમાં જલ્દી વીમા માટે દાવો (ક્લેઇમ) દાખલ કરવો જોઈએ. કાયદા અનુસાર, ફેમા (FEMA) વીમા હેઠળ કવર થતી નુકસાની માટે મદદ ન આપી શકે. જો તમે વીમો ન કરાવ્યો હોય અથવા જરૂર કરતા ઓછો વીમો કરાવેલો હોય તો તમને સંઘ તરફથી મદદ મળી શકે છે.

અરજી કરવાની સૌથી ઝડપી અને સરળ રીત માટે disasterassistance.gov/વેબસાઇટ પર જાઓ.

જો ઑનલાઇન અરજી શક્ય ન હોય તો 800-621-3362 (ટીટીવાઈ: 800-462-7585) પર કૉલ કરો. ટોલફ્રી લાઇનો હાલ સાતેય દિવસ 24 કલાક ચાલુ છે. જો તમારી પાસે રિલે સર્વિસ હોય જેમ કે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શનવાળી ટેલિફોન સર્વિસ કે અન્ય કોઈ સર્વિસ, તો તેનો નંબર ફેમા (FEMA)ને આપો.

જ્યારે તમે સહાય માટે અરજી કરો ત્યારે આ માહિતી તૈયાર રાખવી:

  • વર્તમાનમાં તમારી સાથે સંપર્ક થઈ શકે એવો એક ફોન નંબર
  • હોનારત વખતનું તમારું સરનામું અને એ સરનામું જ્યાં તમે અત્યારે રહો છો
  • તમારો સોશિયલ સિક્યુરિટી નંબર, જો ઉપલબ્ધ હોય તો
  • તૂટફૂટ અને નુકસાનીની એક સામાન્ય યાદી
  • જો વીમો હોય તો પૉલિસીનો નંબર અથવા એજન્ટ અને /અથવા કંપનીનું નામ

હોનારત પછી મળતી સહાયમાં મકાનના સમારકામ માટે નાણાકીય સહાયતા સહિત હોનારતની અસરમાંથી ઉબરવા માટે પરિવારોને મદદ આપતા અન્ય પ્રોગ્રામ પણ સામેલ હોઈ શકે છે.

તાજી માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4614 ની મુલાકાત લઈ શકો છો. ફેમા રિજન ટૂનું ટ્વીટર એકાઉન્ટ twitter.com/FEMAregion2 ફોલો કરો.

Tags:
સુધાર્યુ