એસેક્સ અને મોરિસ કાઉન્ટીમાં DRC ખુલ્યાં

Release Date Release Number
012
Release Date:
સપ્ટેમ્બર 20, 2021

ટ્રેન્ટન, NJ – હેરિકેન ઇડાના અવશેષોના કારણે અસરગ્રસ્ત ન્યૂજર્સીના રહેવાસીઓને મદદ રકવા માટે આજે એસેક્સ અને મોરિસ કાઉન્ટીમાં હોનારત રિકવરી કેન્દ્રો ખુલ્યાં છે.

FEMA અને U.S. લઘુ ઉદ્યોગ પ્રશાસનના પ્રતિનિધિઓ હોનારત સહાય કાર્યક્રમો વિશે સમજાવવા અને લેખિત પત્રવ્યવહારના જવાબો આપવા અને ઘરને વધુ હોનારત પ્રતિરોધક બનાવવા માટે રિપેરિંગ અને પુનઃનિર્માણ વિશે સાહિત્ય પૂરું પાડવા માટે કેન્દ્રો પર ઉપલબ્ધ છે.

DRC આ સ્થળ પર છે:

  • એસેક્સ કાઉન્ટી: કેમાર્ટ – રસીકરણ કેન્દ્ર સાથે સ્થિત છે, 235, પ્રોસ્પેક્ટ એવેન્યૂ #9413, વેસ્ટ ઓરેન્જ, NJ 07052 (235 Prospect Avenue #9413, West Orange, NJ 07052)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 8 થી સાંજે 7 ET; શનિવારે સવારે 8 થી સાંજે5;અને રવિવારે રજા
  • મોરિસ કાઉન્ટી: મોરિસ પ્લેઇન્સ કમ્યુનિટી સેન્ટર, 51 જીમ ફીઅર ડ્રાઈવ, મોરિર પ્લેઇન્સ, NJ 07950 (Morris Plains Community Center, 51 Jim Fear Dr., Morris Plains, NJ 07950)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી ગુરુવાર સવારે 8:30 થી સાંજે 7 ET; બંધ રહેશે: શુક્રવાર, શનિવાર અને રવિવાર

 

બર્ગન, એસેક્સ, ગ્લોસેસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મોરિસ, પેસેઇક, સોમરસેટ,યુનિયન અને વોર્રેન કાઉન્ટીના વ્યક્તિઓ હોનારત સહાય માટે અરજી કરવાપાત્ર છે.

 

બચી ગયેલા લોકો, ઓનલાઇન અથવા ફોન પર આપવામાં આવતી માહિતી ઉપરાંત DRC પર વ્યક્તિગત રીતે આવીને પ્રશ્નો પૂછી શકે છે અથવા વધુ માહિતી માંગી શકે છે. બચી ગયેલા લોકો કોઇપણ DRC સ્થળની મુલાકાત લઇ શકે છે અને FEMA એપ દ્વારા નજીકનું સ્થળ શોધી શકે છે. FEMA એપ ડાઉનલોડ કરવા માટે કૃપા કરીને Apple એપ સ્ટોર અથવા Google પ્લે સ્ટોરની મુલાકાત લો.

નીચેના સ્થળોએ વધારાના કેન્દ્રો ખુલ્લા છે:

  • હડસન કાઉન્ટી: સેક્યુકસ પબ્લિક લાઇબ્રેરી એન્ડ બિઝનેસ રિસોર્સ સેન્ટર, 1379 પેટરસન પ્લાન્ક રોડ, સેક્યુકસ 07094 (Secaucus Public Library and Business Resource Center, 1379 Paterson Plank Rd., Secaucus 07094)
    • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવારે સવારે 9 થી બપોર પછી 4; અને રવિવારે સવારે 9 થી બપોરે 2
  • હન્ટરડન કાઉન્ટી: યુનિયન ફાયર કંપની #1,230 N. મેઇન સ્ટ્રીટ, લેમ્બર્વિલે 08530 (Union Fire Company #1, 230 N. Main St., Lambertville 08530)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવાર સવારે 8 થી સાંજે 5
  • બર્ગન કાઉન્ટી: સિઆર્કો લર્નિંગ સેન્ટર, 355 મેઇન સ્ટ્રીટ, હેકેનસેક 07652 (Ciarco Learning Center, 355 Main St., Hackensack 07652)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શનિવાર સવારે 7 થી સાંજે 7 ET; રવિવારે બંધ
  • મર્સર કાઉન્ટી: હોલોબ્રૂક કમ્યુનિટી સેન્ટર, 320 હોલોબ્રૂક ડ્રાઇવ, ટ્રેન્ટન 08638 (Hollowbrook Community Center, 320 Hollowbrook Drive, Trenton 08638)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવારે સવારે 8 થી સાંજે 5
  • મિડલસેક્સ કાઉન્ટી: મિડલસેક્સ ફાયર એકેડેમી, 1001 ફાયર એકેડેમી ડ્રાઇવ, કાફેટેરિયા B, સેરેવિલે 08872 (Middlesex Fire Academy, 1001 Fire Academy Drive, Cafeteria B, Sayreville 08872)
      • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવારે સવારે 8 થી સાંજે 4
  • પેસેઇક કાઉન્ટી: સિવિક સેન્ટર, 19 વોર્રેન સ્ટ્રીટ, લીટલ ફોલ્સ 07424 (Civic Center, 19 Warren St., Little Falls 07424)
    • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવારે સવારે 8 થી સાંજે 4
  • ગ્લોસેસ્ટર કાઉન્ટી: મુલિકા હિલ લાઇબ્રેરી, 389 વોલ્ફર્ટ સ્ટેશન રોડ, મુલિકા હિલ 08062 (Mullica Hill Library, 389 Wolfert Station Road, Mullica Hill 08062)
    • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવારે સવારે 10 થી સાંજે 5; અને રવિવારે બપોરે 1 થી સાંજે 5
  • સોમરસેટ કાઉન્ટી: નોર્થ એન્ડ વોલેન્ટર ફાયર કંપની #3, 169 નોર્થ 8મું એવેન્યૂ, મેનવિલે 08835 (North End Volunteer Fire Company #3, 169 North 8th Ave., Manville 08835)
    • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવારે સવારે 8 થી સાંજે 6
  • યુનિયન કાઉન્ટી: એલિઝાબેથ ઓ’ડોનેલ ડેમ્પસે સિનિયર કમ્યુનિટી સેન્ટર, 618 સાલેમ એવેન્યૂ, એલિઝાબેથ 07208 (Elizabeth O’Donnell Dempsey Senior Community Center, 618 Salem Ave., Elizabeth 07208)
    • ખુલ્લુ રહેવાનો સમય: સોમવારથી શુક્રવાર સવારે 7 થી સાંજે 7 ET; શનિવાર અને રવિવારે સવારે 8 થી સાંજે 5

 

FEMA અને NJOEM દરેક નિયુક્ત કાઉન્ટીમાં DRC ખોલવા માટે કટિબદ્ધ છે. બચી ગયેલા લોકોને સહાય કરવા માટે આ વધારાના કેન્દ્રો ટૂંક સમયમાં ખુલી રહ્યાં છે.

જો તમારી પાસે મકાન માલિકો અથવા ભાડુઆતોનો વીમો હોય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે દાવો દાખલ કરવો જોઈએ. કાયદા અનુસાર, વીમા દ્વારા આવરી લેવામાં આવેલા નુકસાન માટે FEMA ડુપ્લિકેટ લાભો ઊભા કરી શકતી નથી. જો તમે વીમા ન ધરાવતા હો અથવા ઓછો વીમો ધરાવતા હો, તો તમે ફેડરલ સહાય માટે પાત્ર બની શકો છો.

અરજી કરવાની સૌથી ઝડપી અને સરળ રીત અહીંની મુલાકાત છે disasterassistance.gov/.

જો ઓનલાઇન અરજી કરવી શક્ય ન હોય તો 800-621-3362 (TTY: 800-462-7585) પર કૉલ કરો. ટોલ ફ્રી ટેલિફોન લાઇનો હાલમાં દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ચાલે છે. જો તમે રિલે સેવાનો ઉપયોગ કરતા હો, જેમકે વિડિયો રિલે સેવા (VRS), કેપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય, તો તે સેવાનો નંબર FEMAને આપો.

જ્યારે તમે સહાય માટે અરજી કરો છો, ત્યારે નીચેની માહિતીથી સરળતા ઉપલબ્ધ થાય, એવી તૈયારીમાં રહો:

  • હાલનો ફોન નંબર જ્યાં આપનો સંપર્ક થઈ શકે
  • હોનારત સમયે તમારું સરનામું અને તમે જ્યાં રહો છો તે સરનામું
  • ઉપ‌લબ્ધ હોય તો, તમારો સોશ્યલ સિક્યોરિટી નંબર
  • નુકસાન અને હાનિની સામાન્ય યાદી
  • વીમો હોય તો, પોલિસી નંબર અથવા એજંટ અને/અથવા કંપનીનું નામ

આ ઘટનાની અસરમાંથી પરિવારોને રિકવર થવામાં મદદ કરવા માટે અન્ય કાર્યક્રમોની સાથે સાથે હોનારત સહાયમાં હંગામી લોજિંગ અને ઘરના રિપેરિંગ માટે નાણાકીય સહાય સામેલ હોઇ શકે છે.

અદ્યતન માહિતી માટે અહીં મુલાકાત લો fema.gov/disaster/4614. FEMAના રિજન2 Twitter એકાઉન્ટને અહીં ફોલો કરો twitter.com/FEMAregion2.

Tags:
સુધાર્યુ