ઇલિનોઇસ(Illinois)ના રહેવાસી જેઓએ ૧૩-૧૬ જુલાઇ, ૨૦૨૪ સુધી પૂર, વાવાઝોડું, સીધા પવનો અને ભયંકર તોફાનો પછી ફેમાની સહાય માટે અરજી કરી છે. તેઓને ફેમા તરફથી પોસ્ટથી અથવા ઇમેઇલ દ્વારા એક પત્ર પ્રાપ્ત થશે. તે પત્રમાં તમારી અરજીની સ્થિતિ અને જો તમે ફેમાના નિર્ણય સાથે અસંમત હોવ તો અથવા વધુ સહાયતાનીની જરૂર હોય તો કેવી રીતે પ્રતિસાદ આપવો તેની માહિતી હશે. પત્રને ધ્યાનથી વાંચવો જરૂરી છે.
સ્થિતિ: મંજૂર
- જો તમને ફેમાના અનુદાન માટે મંજૂરી આપવામાં આવી હશે, તો તમને પત્રમાં જણાવવામાં આવશે કે તમને કઈ પ્રકારની સહાયની મંજૂરી આપવામાં આવી છે, તમાર અનુદાનની ડોલરની રકમ કેટલી છે, આ ફંડ શેના માટે છે અને અન્ય ઉપયોગી માહિતી હશે.
- આ અનુદાન સામાન્ય રીતે સમારકામ, કામચલાઉ ઘર અને અન્ય મંજૂર આવશ્યક આપત્તિ-સંબંધિત ખર્ચ માટે હોય છે.
સ્થિતિ: નામંજૂર
- જો પત્રમાં કહેવામાં આવ્યું હોય કે તમને મંજૂરી નથી મળી, તો તેમાં તમને કારણ જણાવવામાં આવશે કે, શા માટે અને કઈ માહિતી હજુ પણ ફેમાને તમારી પાસેથી જરૂર છે. તેમાં એ પણ જણાવવામાં આવશે કે, જો તમે અસંમત હોવ તો નિર્ણયની વિરુદ્ધ અપીલ કેવી રીતે કરવી.
- મંજુરી ન મળવાના કેટલાક સામાન્ય કારણો:
- અપર્યાપ્ત(ઓછુ) નુકસાન –ફેમા ની સહાયનો ઉદેશ્ય તમારા ઘરને સુરક્ષિત, સ્વચ્છતા અને કાર્યલક્ષી રહેઠાણ પર પાછા લાવવાનો છે અને આ આફતથી થયેલ બધા નુકસાનની ભરપાઈ કરી શકતી નથી. જો કે, તમે ફેમા ના નિર્ણય સાથે અસંમત હોવ, તો તમે અપીલ કરી શકો છો. અપીલ કરવા માટે, કૃપા કરીને ફેમાને તે દસ્તાવેજો(ડોક્યુમેન્ટ)ની નકલો મોકલો જે દર્શાવતી હોય કે કેવી રીતે આફત થી થયેલ નુકસાનએ તમારા ઘરને રહેવા માટે અસુરક્ષિત બનાવ્યું છે.
- કોઈ સંપર્ક માટે નિરીક્ષણ -જો ફેમા તમારા નુકસાનને ચકાસવા માટે તમારો સંપર્ક કરવામાં અસમર્થ હોય, તો તમારી અરજી પર આગળ કાર્યવાહી કરી શકાતી નથી. આગળ વધવા માટે, તમારે તમારી સંપર્ક માહિતીની પુષ્ટિ કરવા અને સહાયની તમારી જરૂરિયાતને ચકાસવા માટે ફેમા ની હેલ્પલાઇન (800-621-3362) પર કૉલ કરવો જરૂરી છે.
- દસ્તાવેજ(ડોક્યુમેન્ટ) ખૂટતા હોય –તમારી પાત્રતા નક્કી કરવા માટે ફેમા ને તમારી પાસેથી વધુ માહિતીની જરૂર પડી શકે છે. તેમાં નીચેના દસ્તાવેજ શામેલ હોઈ શકે છે:
- વીમા કવરેજ નો પુરાવો
- વિમાનો દાવો (કલેઈમ) મંજુર થયેલની નકલ
- કબ્જાનો પુરાવો અને/અથવા માલિકીનો પુરાવો
- આફત દરમિયાન નુકશાન થયેલ મિલકત અરજદારનું પ્રાથમિક રહેઠાણ હતું તેનો પુરાવો.
અપીલ કઈ રીતે કરવી
જો તમે ફેમા ના નિર્ણયથી અસહમત હોવ, તો તમારી પાસે અપીલ કરવાનો વિકલ્પ છે. નિર્ણય પત્ર(ડીસીજન લેટર)ની તારીખથી 60 દિવસની અંદર તે સબમિટ કરવું આવશ્યક છે.
જો તમે ફેમાના પ્રારંભિક નિર્ણયને અપીલ કરવાનું પસંદ કરો છો, તો તમારા ફેમા પત્રમાં દસ્તાવેજોના અથવા માહિતીના પ્રકારો પર વધારાની માહિતી આપવામા આવશે.
તમારા નિર્ણય પત્ર સાથે, ફેમા એક અપીલ વિનંતી ફોર્મ પણ પ્રદાન કરશે જેનો ઉપયોગ વધારાની માહિતી પ્રદાન કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે, જો તમે તેમ કરવાનું પસંદ કરો છો તો.
તમે તમારી અપીલ ફેમાને ફેક્સ અથવા પોસ્ટ દ્વારા, અથવા ડિઝાસ્ટર રિકવરી સેન્ટર પર રૂબરૂમાં સબમિટ કરી શકો છો અથવા તમારા ફેમા ઑનલાઇન એકાઉન્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરીને કરી શકો છે. ફેમા પર ઑનલાઇન ખાતું ખોલવા માટે, DisasterAssistance.gov ની મુલાકાત લો, "ઓનલાઈન અરજી કરો" પર ક્લિક કરો અને નિર્દેશોનું પાલન કરો.
- પોસ્ટ દ્વારા: FEMA National Processing Service Center, P.O. Box 10055, Hyattsville, MD 20782-7055
- ફેક્સ દ્વારા: 800-827-8112, Attention: FEMA
- રૂબરૂમાં: તમારી અપીલ સબમિટ કરવા, સબંધિત ડોક્યુમેન્ટની નકલો સબમિટ કરવા, તમારી ફેમા ની અરજી વિશે અપડેટ્સ મેળવવા અથવા તમારા પ્રશ્નોના જવાબો મેળવવા માટે કોઈપણ ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લો. અહીં કેન્દ્ર શોધો: fema.gov/DRC
જો તમારે અપીલ કેવી રીતે કરવી તે અંગેના પ્રશ્નો હોય, તો ફેમાના નિર્ણય પત્ર(ડીસીજન લેટર)નો સંદર્ભ લો અથવા ફેમા હેલ્પલાઈન નંબર 800-621-3362 પર કૉલ કરો. જો તમે વિડિયો રિલે સેવા (VRS), કૅપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્યનો ઉપયોગ કરો છો, તો તે સેવા માટે ફેમા ને સર્વિસ નંબર આપો.
ઇલિનોઇસમાં આફત રીકવરીની કામગીરી વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો www.fema.gov/disaster/4819.