ન્યૂ જર્સીના રહેવાસીઓ જે ઇડા વાવાઝોડાના પગલે તોફાન અને વરસાદથી પ્રભાવિત થયા હોય તેમણે ઘર મિલકતની સફાઈ તથા સમારકામ માટે ફેમા (FEMA)ના રહેઠાણ નિરીક્ષકો (હાઉસ ઇન્સપેક્ટર્સ) અથવા વીમા કંપની મુલાકાત લે તેની રાહ જોવાની જરૂર નથી. ફેમાના નિરીક્ષકો અને વીમાના ક્લેઇમસંબંધી અધિકારીઓ (ક્લેઇમ એડજસ્ટર્સ) સફાઇનું કામ શરૂ થયા પછી પણ નુકસાનની ખરાઈ કરી શકે છે.
જોકે, તમારે નુકસાનીના ફોટો લઈ લેવા જોઈએ અને રાહતકાર્યસંબંધી રસીદ પણ સાંચવીને રાખવી જોઈએ. વીમા કંપનીઓ ફોટો તથા રસીદ બંને માગી શકે છે અને ફેમા માત્ર રસીદ માગશે.
સફાઈ શરૂ કરતાં પહેલાં, હોનારતમાં પ્રભાવિત થયેલાં તમારા મકાનની અંદર પ્રવેશ કરો તે પહેલાં તેના માળખાને થયેલા નુકસાન વિશે જાણી લેવું મહત્ત્વનું છે અને તેની માહિતી સ્થાનિક અધિકારીઓને આપવી જોઈએ.
સફાઈમાં ભીની થયેલી પથારી, કાર્પેટ, ફર્નિચર ફેંકી દેવા જોઈએ કારણ કે આમાં થયેલી જીવાતો આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. સ્થાનિક સરકારના ગાઇડન્સ (સલાહસૂચન) મુજબ નુકસાન પામેલ ફર્નિચર અન્ય વસ્તુઓનો નિકાલ કરો.
ફેમા (FEMA)ની સહાયતા માટે અરજી કરવાનું યાદ રાખો
જો તમે હજી સુધી અરજી ન કરી હોય તો ફેમાની સહાયતા માટે જલ્દીમાં જલ્દી રજિસ્ટ્રેશન કરી લો. એક ઘરમાં રહેતા પરિવારમાંથી એક જ રજિસ્ટ્રેશન કરાવી શકાય. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી હોનારતથી પ્રભાવિત વ્યક્તિઓએ ફેમાના સંપર્કમાં રહેવું અને જો તમારું સરનામું કે નંબર બદલાય તો ફેમાને તેની માહિતી આપવાનું ન ભૂલતા.
દરેક અરજદારને એક રજિસ્ટ્રેશન નંબર આપવામં આવશે. આ રજિસ્ટ્રેશન નંબર લખીને તમારી પાસે રાખો એ અગત્યનું છે. આનાથી જ ફેમા (FEMA) તમને ઓળખશે અને બધા પત્રવ્યવહારમાં તથા ફેમા સાથેના અન્ય પત્રવ્યવહારમાં તેનો ઉપયોગ કરાશે.
ફેમાની સહાયતા પર કરવેરો નથી લાગતો, આ સહાયતા રાશિ પાછી પણ નથી આપવાની હોતી અને સરકાર દ્વારા અપાતા અન્ય લાભ પર પણ તેની કોઈ અસર નથી.
હોનારતસંબંધી સહાયતા મેળવવા માટે પ્રભાવિતો ત્રણ રીતે અરજી કરી શકે છે. સૌથી સરળ રીત છે ઑનલાઇન DisasterAssistance.gov વેબસાઇટ પર જઈને અરજી કરવી. જો ઑનલાઇન અરજી કરવી શક્ય ન હોય તો 800-621-3362 (ટીટીવાઈ: 800-462-7585) પર કૉલ કરો અથવા ફેમા ઍપ FEMA app પર અરજી કરો. ટોલ ફ્રી લાઇન અઠવાડિયામાં સાતેય દિવસ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા. ET સુધી ચાલુ રહેશે. જો તમે 711 અથવા વીડિયો રિલે સર્વિસ વાપરો છો તો ફેમા (FEMA)ને આ નંબર આપો.
જ્યારે તમે સહાયતા માટે અરજી કરો ત્યારે આ બધી માહિતી તમારી પાસે તૈયાર રાખો:
- તમારું સરનામું ઝિપ કોડ સાથે.
- તમારો સોશિયલ સિક્યુરિટી નંબર, જો ઉપલબ્ધ હોય તો.
- તમારા ઘરને થયેલા નુકસાનની માહિતી.
- વીમો હોય તો પૉલિસી નંબર અથવા એજન્ટ અને/અથવા કંપનીનું નામ, ઉપલબ્ધ હોય તો.
- ફોન નંબર જેના પર તમારો સંપર્ક થઈ શકે.
- એ સરનામું જ્યાં તમને ટપાલ મળી શકે અથવા ઇમેલ એડ્રેસ જ્યાં તમને ઇલેક્ટ્રોનિક નોટિફિકેશન્સ મળી શકે.
fema.gov/disaster/4614 વેબસાઇટ પર તાજી માહિતી મળશે. ફેમા રિજન ટુને ટ્વિટર અકાઉન્ટ twitter.com/FEMAregion2 પર ફૉલો કરો.