ઇડા વાવાઝોડાના પગલે જેમનું મકાન-મિલકત નુકસાન પામ્યા છે તેવા ન્યૂ જર્સીના લોકો તેના સમારકામ અથવા સામાન બદલવા માટે, વીમા પછી યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પાસેથી નીચા વ્યાજદરની લૉન પર આધાર રાખે છે.
જર્સીમાં બર્ગન, એસેક્સ, ગ્લૂસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પેસૅક, સોમરસેટ, યુનિયન અને વૉરન કાઉન્ટીના વેપાર, બિનસરકારી સંસ્થાઓ, મકાનમાલિકો અને ભાડૂતો માટે ફિઝિકલ ઍન્ડ ઇકોનૉમિક ઇન્જરી ડિઝાસ્ટર લૉન્સ ઉપલબ્ધ છે. માત્ર ઇકોનૉમિક ઇન્જરી ડિઝાસ્ટર લૉન્સ બાજુમાં આવેલી કાઉન્ટીઝમાં ઉપલબ્ધ છે જેમકે ન્યૂ જર્સીની એટલાંટિક, બર્લિંગટન, કૅમડેન, કમ્બરલૅન્ડ, મોનમાઉથ, સૅલેમ અને સસેક્સ કાઉન્ટીમાં, ડેલાવેરમાં ન્યૂ કાસલ, ન્યૂ યૉર્કમાં બ્રૉન્ક્સ, ન્યૂ યૉર્ક, ઑરેન્જ, રૉકલૅન્ડ અને વેસ્ટચેસ્ટર તથા પેનસિલ્વેનિયામાં બક્સ, ડેલાવેર, મૉનરો, નૉર્થેમ્પટન, અને ફિલાડેલફિયામાં માત્ર નાના વેપાર અને મોટાભાગની બિનસરકારી સંસ્થાઓને માટે ઉપલબ્ધ છે.
જો એસબીએ (SBA) લૉન માટે લાયક માને તો તરત અરજદારે તેને સ્વીકારી લેવાની જરૂરી નથી પરંતુ તેમણે જલ્દીમાં જલ્દી લૉનની અરજી પૂરી કરવી જોઈએ જેથી તેમની પાસે રાહતનો વિકલ્પ ખુલ્લો રહે. એ મકાનમાલિકો અને ભાડૂતો જેમણે એસબીએ (SBA)ની અરજી દાખલ કરી છે અને તેમની લૉનની અરજી મંજૂર નથી થઈ તેમને ફેમા (FEMA)ની સહાયતા જેમકે અંગત સામાન બદલવા, હોનારતને કારણે નુકસાન પામેલાં વાહનના સમારકામ તથા મૂવ કરવા અને સ્ટોરેજ ફીસ માટેની સહાય આપવાની વિચારણા થઈ શકે છે.
એસબીએડિઝાસ્ટર લૉન્સના પ્રકાર
- હોમ ડિઝાસ્ટર લૉન્સ– મકાનમાલિકો તથા ભાડૂતોને હોનારતમાં નુકસાન પામેલી પ્રૉપર્ટી અથવા અંગત સામાન જેમાં વાહનનો પણ સમાવેશ થાય છે, તેના સમારકામ અથવા બદલવા માટેની લૉન. એસબીએ ડિઝાસ્ટર લૉન્સ જરૂર પડે તો વીમાના કપાતપાત્ર (ઇન્શ્યોરેન્સ ડિડક્ટિબલ્સ) ને ભરવા માટે પણ વાપરી શકાય.
- બિઝનેસ ફિઝિકલ ડિઝાસ્ટર લૉન્સ – હોનારતમાં નુકસાન પામેલ પ્રૉપર્ટી જેમાં રિયલ એસ્ટેટ, સામાન જેમકે ફર્નિચર, સાધનસામગ્રી, મશીનરી અને ઇક્વિપમેન્ટને બદલવા અથવા તેના સમારકામ માટેની લૉન. કોઈ પણ કદના બિઝનેસ આ લૉન મેળવવા માટેના પાત્ર હોઈ શકે છે. ખાનગી, બિનસરકારી સંસ્થા જેમકે ચૅરિટી, ચર્ચ, ખાનગી યુનિવર્સિટીઝ વગેરે પણ લૉનની પાત્ર હોઈ શકે છે.
- ઇકોનૉમિક ઇન્જરી ડિઝાસ્ટર લૉન્સ (ઈઆઈડીએલ) – નાના વેપાર, નાની કૃષિ કોઑપરેટિવ્ઝ, ઍક્વાકલ્ચરસંબંધિત નાના વેપાર અને મોટાભાગની બધાં કદની ખાનગી, બિનસરકારી સંસ્થાઓ માટેની વર્કિંગ કૅપિટલ લૉન્સ જેથી તેઓ તેમના સામાન્ય અને જરૂરી આર્થિક બંધનકારક કરારને જે (સીધી રીતે) હોનારતને કારણે પૂરા ન કરી શક્યા હોય, તેને પૂરા કરી શકે. આ લૉન્સનો હેતુ હોનારત પછી રિકવરી પીરિયડમાં મદદ માટેનો હોય છે.
મકાનમાલિકો પોતાના પ્રાથમિક રહેઠાણના બંધારણમાં સમારકામ અથવા તેના પુનર્નિર્માણ માટે એસબીએ (SBA) મારફતે બે લાખ ડૉલરની ડિઝાસ્ટર લૉન માટે પાત્ર હોઈ શકે છે. એસબીએ મકાનમાલિકો તથા ભાડૂતોને મહત્ત્વપૂર્ણ ખાનગી પ્રૉપર્ટી જેમાં હોનારતમાં નુકસાન પામેલાં અથવા નષ્ટ થયેલાં વાહનનો પણ સમાવેશ થાય છે, તેને બદલવા માટે 40,000 ડૉલરની મદદ આપી શકે છે.
એસબીએ (SBA) બિઝનેસ અને ખાનગી બિનસરકારી સંસ્થાઓને હોનારતમાં નુકસાન પામેલા રિયલ એસ્ટેટ અને બિઝનેસના એસેટના સમારકામ અથવા તેને બદલવા માટે 20 લાખ (બે મિલિયન) ડૉલર સુધીની મદદ કરી શકે છે. લાયકાત ધરાવતા નાના બિઝનેસ અને બિન સરકારી સંસ્થાઓ ઇકોનૉમિક ઇન્જરી ડિઝાસ્ટર લૉન્સ માટે અરજી કરી શકે છે જેથી તેઓ હોનારતમાં નુકસાન પામેલ વર્કિંગ કૅપિટલની ભરપાઈ કરી શકે.
વધુ માહિતી મેળવવા માટે અરજદારો એસબીએ (SBA) ના ડિઝાસ્ટર રિકવરી કસ્ટમર સર્વિસ સેન્ટરને 800- 659-2955 પર કૉલ કરીને સંપર્ક કરી શકે છે, disastercustomerservice@sba.gov પર ઇમેલ કરી શકે છે અથવા એસબીએ (SBA)ની વેબસાઇટ sba.gov/disaster પર જઈ શકે છે. બહેરી તથા સાંભળવામાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ 800-877-8339 પર કૉલ કરી શકે છે.
એસબીએની (SBA) લૉ ઇન્ટરસ્ટ ડિઝાસ્ટર લૉન્સ (નીચા વ્યાજદરવાળી હોનારતસંબંધી લૉન) માટેની ઑનલાઇન અરજી disasterloan.sba.gov/ela પર કરી શકો છો. એસબીએસ કસ્ટમર સર્વિસ પ્રતિનિધિ સાથે સીધો સંપર્ક કરવા માટે 800-659-2955 પર કૉલ કરો. FOCE-Help@sba.gov પર ઇમેલ કરીને સવાલ પૂછી શકો છો. વધુ માહિતી માટે sba.govની મુલાકાત લો.
ફિઝિકલ ડૅમેજ લૉન્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ચાર નવેમ્બર, 2021 છે.
ઇકોનૉમિક ઇન્જરી લૉન્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છ જૂન, 2022 છે.
ફેમાને હજી અરજી નથી કરી? આ ત્રણ રીતે અરજી કરી શકાય:
જેમને વીમો નથી અથવા જેમને વીમાની રકમ ઓછી પડી રહી હોય તેઓ નુકસાનની ભરપાઈ માટે ફેમાને ત્રણ રીતે અરજી કરી શકે છે: disasterassistance.gov પર ઑનલાઇન અરજી કરી શકે છે અથવા ફેમા ઍપ FEMA app પર અરજી કરી શકે છે અથવા 800-621-3362 (ટીટીવાઈ: 800-462-7585) પર કૉલ કરી શકે છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો, જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય, તો ફેમાને તેનો નંબર આપો. બહુભાષી ઑપરેટર્સ ઉપલબ્ધ છે.
તાજી માહિતી માટે fema.gov/disaster/4614 પર જાઓ. ફેમા રિજન ટુને આ twitter.com/FEMAregion2 ટ્વિટર અકાઉન્ટ પર ફૉલો કરો.