ડિઝાસ્ટર રિકવરી કેન્દ્રો વેટરન્સ દિવસ માટે હંગામી ધોરણે બંધ રહેશે; હાર્વેમાં કેન્દ્ર શુક્રવારના રોજ ખુલશે [https://www.fema.gov/gu/press-release/20241107/disaster-recovery-centers-close-temporarily-veterans-day-center-opens-harvey] Release Date: નવેમ્બર 7, 2024 SPRINGFIELD – ફેડરલ રજાને પગલે, ઇલિનોઇસમાં તમામ ડિઝાસ્ટર રિકવરી કેન્દ્રો વેટરન્સ દિવસ માટે 11 નવેમ્બર, સોમવારના રોજ હંગામી ધોરણે બંધ રહેશે. કેન્દ્રો પોતાના નિર્ધારિત કાર્યના કલાકો અનુસાર 12 નવેમ્બર, મંગળવારના રોજ ફરી ખુલશે. રજા પહેલા, ડિઝાસ્ટર રિકવરી કેન્દ્ર હાર્વેમાં 8 નવેમ્બર, શુક્રવારના રોજ નીચે ઉલ્લેખ કરેલા સ્થળે, દિવસે અને કલાકો પર ખુલશેઃ THORNTON H.S. PROFESSIONAL DEVELOPMENT CENTER 249 E. 151st St. Harvey, IL 60426 કલાકો: સોમવારથી શુક્રવાર સવારે 8થી સાંજે 6, શનિવાર સવારે 9થી સાંજે 5, રવિવારે બંધ રહેશે, 11 નવેમ્બરના રોજ બંધ રહેશે ફેમા, ઇલિનોઇસ રાજ્ય અને યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના નિષ્ણાતો કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે, જેથી બચી ગયેલા લોકોને ફેડરલ આપત્તિ સહાય માટે અરજી કરવા, દસ્તાવેજો અપલોડ કરવા, તેમના પ્રશ્નોના વ્યક્તિગત ઉત્તર મેળવવા, ઉપલબ્ધ હોઇ શકે એવી અન્ય પ્રકારની સહાય મેળવવા અને વધુ આપત્તિ પ્રતિરોધી બનવાની રીતો શીખવામાં મદદ મળી શકે. રિકવરી સેન્ટરના સ્થાન અને કલાકો અંગે અદ્યતન માહિતી માટે FEMA.gov/DRC [https://egateway.fema.gov/ESF6/DRCLocator]ની મુલાકાત લો. સહાયતા માટે કોઇપણ કેન્દ્રની મુલાકાત કરી શકાય છે. 13 -16 જુલાઇના તીવ્ર વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત અથવા નુકસાન પામેલા સાત નિર્ધારિત કરાયેલા કાઉન્ટી [https://www.fema.gov/disaster/4819/designated-areas]માં ઘરમાલિકો અને ભાડૂઆતો ફેમા સહાય માટે અરજી કરવા 19 નવેમ્બર સુધીનો સમય ધરાવે છે. કેન્દ્રની મુલાકાત લીધા વિના અરજી કરવા માટે DisasterAssistance.gov [https://www.disasterassistance.gov/] પર જાઓ, ફેમા મોબાઇલ એપ [https://www.fema.gov/about/news-multimedia/mobile-products] ડાઉનલોડ કરો અથવા 800-621-3362 પર ફેમા હેલ્પલાઇન પર કોલ કરો. જો તમે રિલે સેવાનો ઉપયોગ કરો છો જેમ કે વિડિયો રિલે સેવા, કૅપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય, જ્યારે તમે અરજી કરો ત્યારે તે સેવા માટે તમારો નંબર FEMAને આપો. ઇલિનોઇસમાં આપત્તિ પુનઃપ્રાપ્તિ કામગીરી વિશે વધુ માહિતી માટે www.fema.gov/disaster/4819 [http://www.fema.gov/disaster/4819]ની મુલાકાત લો.