ઇડા વાવાઝોડાની તાજી માહિતી અને અન્ય આપદા ફંડિંગ [https://www.fema.gov/gu/press-release/20220510/ida-recovery-update-and-other-disaster-funding-opportunities] Release Date: મે 10, 2022 ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાના પગલે મકાનો, વેપારી એકમો અને ઇમારતો તથા માળખાને થયેલા નુકસાનના આઠ મહિના બાદ ફેમા, યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામ તરફથી ન્યૂ યૉર્કવાસીઓને રાહત અને પુનર્નિર્માણ માટે 800 મિલિયન ડૉલરની મદદને મંજૂરી અપાઈ છે. બ્રૉન્ક્ઝ, બ્રુકલિન (કિંગ્સ કાઉન્ટી), ક્વીન્સ, સ્ટેટન આઇલૅન્ડ (રિચમંડ કાઉન્ટી), ડચેસ, ઑરેન્જ, રૉકલૅન્ડ, સુફોક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીઝના 41,000 થી વધુ પરિવારોને સપ્ટેમ્બર 2021માં ડિઝાસ્ટર ડેક્લેરેશનથી લઈને અત્યાર સુધી ફેમાની આપદા રાહત માટે મંજૂરી મળી છે. તારીખ નવમી મે સુધી, ફેમાએ અસરગ્રસ્ત મકાનોમાં સહાયતા અને ઇન્ડિવિડુઅલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ વાવાઝોડાને પગલે ઊભી થયેલી અન્ય જરૂરિયાતો માટે $219.2 મિલિયન ડૉલર ફાળવ્યા છે. આ રકમમાં $197.2 મિલિયન ડૉલરને અસ્થાઈ રહેણાક, ભાડાસંબંધિત સહાયતા, મકાનના સમારકામ અને સામાન બદલવા માટે યોગ્યતા ધરાવતા આપદા પ્રભાવિતો માટે ફાળવવામાં આવ્યા અને 21.9 મિલિયન ડૉલરને આપદા પ્રભાવિતોની મેડિકલ, ડેન્ટલ, ચાઇલ્ડ કેર અને અન્ય  આપાદા સંબંધિત જરૂરિયાતોમાં મદદ માટે ફાળવવામાં આવ્યા છે. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને 4,046 મકાનો અને વેપારી એકમો માટે લૉન માટે $213.3 મિલિયન ડૉલર મકાનમાલિકો, ભાડૂતો અને વેપારી એકમોને ઇડા વાવાઝોડામાં થયેલા નુકસાનમાંથી ઉબરવા માટે મંજૂર કર્યા છે. એસબીએ આપદા લૉન્સ એ સંઘીય આપદા રાહત ફન્ડમાં સૌથી મોટો  હિસ્સો ધરાવે છે. ફેમાના નેશનલ ફ્લડ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા ન્યૂ યૉર્કના પૉલિસીધારકોને $138.9 મિલિયન ચૂકવવામાં આવ્યા અને વાવાઝોડાના પગલે આવેલા પૂરમાં થયેલા નુકસાનની સામે કરાયેલા 2,779 ક્લેઇમ્સનું સેટલમેન્ટ કરવામાં આવ્યું. ન્યૂ યૉર્ક સ્ટેટ દ્વારા ચલાવાતા ફેમાના હેઝાર્ડ મિટિગેશન ગ્રાન્ટ પ્રોગ્રામ હેઠળ હેઝાર્ડ મિટિગેશન પ્લાનિંગ અને લાંબા ગાળે આપદાથી બચાવના પગલાં લેવાના પ્રોજેક્ટ્સ માટે ફંડિંગ હજુ પણ ઉપલબ્ધ છે, જેથી ન્યૂ યૉર્કને સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે. ન્યૂ યૉર્ક સ્ટેટના એચએમજીપી એપ્લિકેશન પિરિયડ યોગ્યતા ધરાવતા સબ એપ્લિકેન્ટ્સ માટે પહેલી જૂન સુધી ખુલ્લો છે. રાજ્યની એજન્સીઓ, સ્થાનિક, મૂળનિવાસીઓ અને પ્રાદેશિક સરકારો ગ્રાન્ડ માટે આવેદન કરી શકે છે. મકાનમાલિકો અને વેપારી એકમો પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે જોકે, સ્થાનિક નિવાસીઓ વત્તી સ્થાનિક કમ્યુનિટી આવેદન કરી શકે છે. ન્યૂ યૉર્ક સ્ટેટ ડિવિઝન ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી ઍન્ડ ઇમર્જન્સી સર્વિસીઝ: https://www.dhses.ny.gov/dr-4615-hazard-mitigation-grant-program-funding પર વધુ માહિતી ઉપલબ્ધ છે. ફેમાના હેઝાર્ડ મિટિગેશન ગ્રાન્ટ પ્રોગ્રામ પર વધુ માહિતી માટે વેબસાઇટ પર જાઓ: fema.gov/grants/mitigation/hazard-mitigation [https://www.fema.gov///C:/Users/dhusband/AppData/Local/Microsoft/Windows/INetCache/Content.Outlook/LM2P6SCZ/fema.gov/grants/mitigation/hazard-mitigation] ન્યૂ યૉર્કમાં રાહત કાર્યોની તાજી માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615] પર જાઓ. ફેમાને ટ્વિટર પર twitter.com/femaregion2 [http://www.twitter.com/femaregion2]  અને ફેસબુકને facebook.com/fema [http://www.facebook.com/fema] પર ફૉલો કરો.