સુફૉક કાઉન્ટી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર 30 ઑક્ટોબરથી કાયમ માટે બંધ થઈ જશે [https://www.fema.gov/gu/fact-sheet/suffolk-county-disaster-recovery-center-closing-permanently-oct-30] Release Date: Oct 28, 2021 સુફૉક કાઉન્ટી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કાયમ માટે શનિવારે સાંજે છ વાગ્યે બંધ થશે જોકે ઇડા વાવાઝોડાથી પ્રભાવિત રહીશો ફેમાની હોનારતસંબંધી સહાયતા માટેની અરજી કરવા માટે મદદ મેળવી શકે છે. ટેલિફોન, કંપ્યૂટર અથવા મોબાઇલ ફોનથી મદદ મેળવી શકો છો. રિકવરી સેન્ટર માઉન્ટ સિનાઈમાં 739 એનવાઈ-25એ ખાતે આવેલા રોઝ કૅરેકૅપ્પા સીનિયર સન્ટરમાં સ્થિત છે. સુફૉક કાઉન્ટીમાં આવેલું આ માત્ર એક જ રિકવરી સેન્ટર છે, સાત અન્ય ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ આસપાસની કાઉન્ટીઝ ખાતે આવેલા છે, જે સોમવારથી શનિવાર સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખૂલે છે. બધાં સેન્ટર્સ રવિવારે બંધ રહેશે. રિકવરી સેન્ટર્સ નીચે પ્રમાણે છે: * * હૉસ્ટોસ કૉલેજ, 450 ગ્રાન્ડ કૉનકોર્સ, બ્રૉન્કઝ, એનવાઈ 10451 * પબ્લિક લાઇબ્રેરી, 136 પ્રૉસપેક્ટ એવન્યુ., મામારૉનેક, એનવાઈ 10543 * ક્વીન્સ કૉલેજ, 152-45 મેલબૉર્ન એવન્યુ, ક્વીન્સ, એનવાઈ 11367 * મેડગાર એવર્સ કૉલેજ, 231 ક્રાઉન સ્ટ્રીટ., બ્રુકલિન, એનવાઈ 11225 * કૉલેજ ઑફ સ્ટેટન આઇલૅન્ડ, 2800 વિક્ટરી બુલેવાર્ડ., સ્ટેટન આઇલૅન્ડ, એનવાઈ 10314 * માઇકલ જે. ટુલી પાર્ક ફિઝિકલ ઍક્ટિવિટી સેન્ટર, 1801 એવરગ્રીન એવન્યુ., ન્યૂ હાઇડ પાર્ક, એનવાઈ 11040 * ઑરેન્જટાઉન સૉકર ક્લબ કૉમ્પલેક્સ, 175 ઓલ્ડ ઑરેન્જબર્ગ રોડ, ઑરેન્જબર્ગ, એનવાઈ 10962 સેન્ટર્સ પર તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે નિષ્ણાતો હાજર હોય છે, તેઓ ફેમાની સહાયતા માટે તમારી લાયકાત અંગે ફેમાનો જવાબ આવવામાં વિલંબ અંગેના પ્રશ્નો અને તમારા અકાઉન્ટમાં દસ્તાવેજો અપલોડ કરવામાં મદદ પણ સામેલ છે. તમે કોઈ પણ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સની મુલાકાત લઈને ફેમાના સ્ટાફ તથા રાજ્ય અને સંઘીય એજન્સીઓના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળી શકો છો. વિકલાંગ લોકોને માટે સેન્ટર્સ પર યોગ્ય ટેકનૉલૉજી ઉપલબ્ધ છે. જો તમને ખાસ ટેકનૉલૉજીના સાધનો (ઇક્વિપમેન્ટ્સ)ની જરૂર હોય, તો ફેમા હૅલ્પલાઇન પર કૉલ કરો ત્યારે નિષ્ણાતને જણાવો. ફેમાની સહાયતા માટે વેબસાઇટ DisasterAssistance.gov [http://www.DisasterAssistance.gov] પર અરજી કરો, ફેમાની મોબાઇલ ઍપ વાપરો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય સર્વિસ વાપરો છો તો ફેમાને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દરરોજ ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો. હોનારતથી પ્રભાવિત લોકોએ ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી. બ્રૉન્ક્ઝ, ડઝેસ, કિંગ્સ, નસાઉ, ક્વીન્સ, રિચમન્ડ, રૉકલૅન્ડ, સુફૉક અથવા વેસ્ટચેસ્ટર કાઉન્ટીના રહીશો જેમને નુકસાન અથવા તૂટફૂટ થયેલાં હોય અથવા ઇડા વાવાઝોડાને પગલે તમે તમારા મકાનમાં રહી ન શકતા હો તો રિકવરી સેન્ટરની મુલાકાત લેતા પહેલાં તમારે ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવી. ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, 6, ડિસેમ્બર છે. ફેમાના ડાઉનલોડ કરી શકાય તેવાં ચોપાનિયાં અને અન્ય ઑનલાઇન સંસાધનો અને અન્ય સહાયતા માટે વેબસાઇટ DisasterAssistance.gov [http://www.DisasterAssistance.gov]  પર જાઓ અને “ઇનફૉર્મેશન” પર ક્લિક કરો. ખાસ સામુદાયિક જરૂરિયાતો માટે એજન્સીઓનો સંપર્ક કરવા માટે 211 પર કૉલ કરો અથવા વેબસાઇટ 211nys.org/contact-us [https://www.211nys.org/contact-us] પર જાઓ. ન્યૂ યૉર્ક સિટીના રહેવાસીઓ 311 પર કૉલ કરો. નયૂ યૉર્કમાં રાહત કાર્યોની તાજી માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615] પર મેળવો. ટ્વિટર પર અહીં  https://twitter.com/FEMARegion2 અને ફેસબુક પર અહીં facebook.com/fema [https://u7061146.ct.sendgrid.net/ls/click?upn=TeZUXWpUv-2B6TCY38pVLo9jw1V-2Bo5zjnJlDYvuv2Uss9fUVdD4qLUR5g5P6aeNyAlWOKN_LMDzpl4Nq0l0W7twxHuEzy-2BkxlPg1d7K-2BpAa67OMQF5aA3Z72-2FXM6Bwrk4PgC4ALq-2FN1KZFbq0dIvnjAHIkenOosVeIy4jryNdFhuuVQTvMNeSZQoq3SlT5fPNb9sLEVqccFjBpGLgekSvXV4V4hRGXKdRoDwH7rTrfqYkkwnBGBQ7mTam70ypCa7vTSGgQPx3VU-2BsGnPThHbfDLBkZWFlMiQwx8seofD3qtXHJlJ4IB4EF6LVlCG5HnEzQtAAkMrLOBTy9t4Vb7B3fmmefuNpMnUhT-2Fjwku7Jg2LYMW7EUDxOK70xI4UAjuhp332OxfRqkwLThQXmMBpNL4AL1zHZnUDpnOkYUu-2B-2BxUfTtmne8-3D] પર ફૉલો કરો.