(યુનિયન કાઉન્ટીમાં ફેમા FEMA ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખૂલ્યું) [https://www.fema.gov/gu/press-release/20211020/fema-disaster-recovery-center-open-union-county] Release Date: ઓક્ટોબર 13, 2021 ટ્રેન્ટન, એન.જે. – ન્યૂ જર્સીમાં ઇડા વાવાઝોડાને પગલે પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે યુનિયન કાઉન્ટીમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખૂલ્યું છે. ફેમા (FEMA) અને યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ હોનારતસંબંધી સહાયતા કાર્યક્રમો સમજાવવા માટે, લેખિતમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માટે અને સમારકામ તથા મકાનને હોનારતથી સુરક્ષિત બનાવવા માટેની લેખિત માહિતી આપવા માટે સેન્ટર પર હાજર રહેશે. ડીઆરસીનું સરનામું: યુનિયન કાઉન્ટી: પૅઇન મીટિંગ સેન્ટર, 333 રસેલ સ્ટ્રીટ, વૉક્સહૉલ, એન.જે. 07088. સમય:  સેમવારથી શનિવાર, આઠ વાગ્યાથી છ વાગ્યા સુધી ઈ.ટી. વ્યક્તિગત મુલાકાત દરમિયાન કોવિડ-19ના ખતરાથી બચવા માટે સેન્ટરમાં પ્રવેશ માટે માસ્ક પહેરવું પડશે. મુલાકાતીઓ અને સ્ટાફ માટે હૅન્ડ સૅનિટાઇઝર મળશે. સ્ટાફ તથા મુલાકાતીઓની સુરક્ષા માટે વર્કસ્ટેશન્સ વચ્ચે છ ફીટનું અંતર રાખવામાં આવ્યું છે. ફેમા (FEMA) તરફથી  જાહેરસ્થળોની સફાઈ ચાલુ રહે છે તથા વર્કસ્ટેશન્સ દરેક મુલાકાતી પછી સૅનિટાઇઝ કરવામાં આવે છે.   બર્ગન, એસેક્સ, ગ્લૂસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પેસૅક, સોમરસેટ, યુનિયન અને વૉરન કાઉન્ટીઝમાં રહેતી વ્યક્તિઓ હોનારતસંબંધી સહાયતા મેળવવાને લાયક છે. તમારી નજીરનું ડીઆરસી શોધવા માટે ફેમા ડીઆરસી લિંક (FEMA DRC link): fema.gov/drc [http://www.fema.gov/drc] પર ક્લિક કરો.    હોનારતથી પ્રભાવિત લોકો ડીઆરસી પર વ્યક્તિગત રીતે પ્રશ્નો પૂછી શકે છે અથવા વધુ માહિતી માગી શકે છે. હોનારતથી પ્રભાવિત લોકો કોઈ પણ ડીઆરસી લોકેશનની મુલાકાત લઈ શકે છે અને ફેમા ઍપ (FEMA App) પર નજીકનું સેન્ટર શોધી શકે છે. ફેમા ઍપ (FEMA App) ડાઉનલોડ કરવા માટે ઍપલ ઍપ સ્ટોર(Apple App Store) અથવા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર જાઓ. જો તમારી પાસે મકાનમાલિક અથવા ભાડૂતનો વીમો હોય તો તમારે જલ્દીમાં જલ્દી વીમાનો ક્લેઇમ દાખલ કરવો જોઈએ. કાયદા મુજબ, ફેમા વીમા હેઠળ કવર થતા ખર્ચની ભરપાઈ ન કરી શકે. જો તમે વીમો ન કરાવ્યો હોય અથવા ઓછો વીમો હોય તો તમે સંઘીય સહાયતા મેળવવાના પાત્ર હોઈ શકો છો. સહાયતા માટે અરજી કરવાની ઝડપી અને સૌથી સહેલી રીત disasterassistance.gov/ [http://www.disasterassistance.gov/] પર જઈને અરજી કરવાની છે. જો ઑનલાઇન અરજી ન થઈ શકે તો 800-621-3362 (ટીટીવાઈ: 800-462-7585) પર કૉલ કરો. ટોલ-ફ્રી ટેલિફોન લાઇન્સ અઠવાડિયાંમાં સાતેય દિવસ સવારે સાત વાગ્યાથી (7a.m) એક વાગ્યા (1 a.m. ET) સુધી ચાલુ રહેશે. જો તમે રિલે સર્વિસ વાપરતા હો, જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા કોઈ અન્ય સર્વિસ તો તેનો નંબર ફેમા (FEMA)ને આપો. જ્યારે તમે સહાયતા માટે અરજી કરો તો આ બધું તૈયાર રાખો: * વર્તમાનમાં તમારો સંપર્ક થઈ શકે એવો કોઈ નંબર * હોનારત વખતે તમારું સરનામું અને વર્તમાનમાં તમે જ્યાં રહો છો તે સરનામું * તમારો સોશિયલ સિક્યુરિટી નંબર, જો ઉપલબ્ધ હોય તો * નુકસાન તથા તૂટફૂટની યાદી * વીમો હોય તો પૉલીસી નંબર અથવા એજન્ટ અને /અથવા કંપનીનું નામ * હોનારતસંબંધી સહાયતામાં મકાનના સમારકામ માટે આર્થિક મદદ સહિત હોનારતથી પ્રભાવિત પરિવારોને તેની અસરમાંથી બહાર લાવવા માટે અન્ય પ્રોગ્રામ પણ સામેલ હોઈ શકે છે. તાજી માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4614 [http://www.fema.gov/disaster/4614] પર જાઓ. ફેમા રિજન ટુ (FEMA Region 2) ને ટ્વિટર પર twitter.com/FEMAregion2 [https://twitter.com/femaregion2] ફૉલો કરો.