વૉરન કાઉન્ટીમાં ફેમા ડિઝાસ્ટર રિકવરી સેન્ટર બંધ થશે, બાકીના ડીઆરસીમાં કામના કલાકો ઓછા થશે [https://www.fema.gov/gu/press-release/20211005/fema-disaster-recovery-center-close-warren-county-remaining-drcs-will-reduce] Release Date: ઓક્ટોબર 4, 2021 ટ્રેન્ટન, એનજે. – હોનારતથી પ્રભાવિત લોકો રિકવરીની તબક્કામાં છે ત્યારે મદદ તેમનાથી માત્ર એક ફોન કૉલ દૂર છે, તેઓ વેબસાઇટ અથવા ફેમા ઍપ પરથી પણ મદદ મેળવી શકે છે. વૉરન કાઉન્ટીમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર તારીખ આઠ ઑક્ટોબરથી સાંજે પાંચ વાગ્યાથી હંમેશાં માટે બંધ થવા જઈ રહ્યું છે. વૉરન કાઉન્ટી ડીઆરસી ફ્રૅન્કલિન ટાઉનશિપ મ્યુનિસિપલ બિલ્ડિંગ, 2093 રૂટ, બ્રૉડવે, એનજે 08808  ખાતે આવેલું છે. આજથી એટલે કે તારીખ ચાર ઑક્ટોબરથી ડીઆરસીઝ (સેન્ટર્સ)ના કામકાજના કલાકો ઘટશે અને સાંજે પાંચ વાગ્યે બંધ થશે. ઉપરાંત તારીખ 10 ઑક્ટોબરથી બધા ડીઆરસીઝ ( સેન્ટર્સ) રવિવારે બંધ રહેશે. આ સેન્ટર્સ બંધ થશે પરંતુ હોનારતથી પ્રભાવિત લોકોને ફેસ-ટુ-ફેસ મદદ મળતી રહેશે. હોનારતથી પ્રભાવિત લોકો નજીકનું સેન્ટર શોધવા માટે fema.gov/drc [http://www.fema.gov/drc] પર જઈ શકે છે અથવા 43362 પર ડીઆરસી અને તેમનો ઝિપકોટ મોકલી શકે છે. મૅસેજ તથા ડેટાનો સ્ટૅન્ડર્ડ ખર્ચ આવશે. મદદ હજુ પણ ઉપલબ્ધ છે પ્રભાવત લોકો હોનારત અંગે માહિતી અને સહાયતા આ રીતે મેળવી શકે છે: DisasterAssistance.gov [http://www.disasterassistance.gov/] વેબસાઇટ પર ઑનલાઇન માહિતી મેળવી શકે છે, 800-621-3362 પર કૉલ કરીને માહિતી મેળવી શકે છે; (ટીટીવાઇ: 800-462-7585); અથવા સ્માર્ટફોન માટે ઉપલબ્ધ  FEMA app [https://www.fema.gov/about/news-multimedia/mobile-app-text-messages] ( ફેમાની ઍપ)ને ડાઉનલોડ કરી શકે છે. હોનારતથી પ્રભાવત લોકો જે બધિર છે, બોલવા કે સાંભળવામાં વિકલાંગતા છે અને ટીટીવાઇ વાપરે છે તેઓ 800-462-7585 પર કૉલ કરી શકે છે. ટોલફ્રી ટૅલિફોન લાઇન્સ હાલ અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ચાલુ છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો જેમને વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શનવાળી ટૅલિફોન સર્વિસ અથવા અન્ય સર્વિસ, તો ફેમાને તેના નંબર આપવા. બહુભાષી ઑપરેટર્સ ઉપલબ્ધ છે. હોનારત પછીની સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ચાર નવેમ્બર, 2021 છે. વધુ માહિતી માટે fema.gov/disaster/4614 [http://www.fema.gov/disaster/4614] વેબસાઇટ પર જાઓ. ફેમા રિજન ટૂને આ ટ્વિટર એકાઉન્ટ twitter.com/FEMAregion2 [https://twitter.com/femaregion2] પર ફૉલો કરો.