ભાડૂત પણ હોનારત પછી મદદ મેળવવાના પાત્ર હોઈ શકે છે [https://www.fema.gov/gu/press-release/20210930/renters-may-be-eligible-disaster-assistance] Release Date: સપ્ટેમ્બર 30, 2021 ન્યૂયૉર્ક --  સંઘીય હોનારત સહાયતા માત્ર મકાનમાલિકો માટે જ નથી. લાયકાત ધરાવતા ભાડૂતો માટે સહાયતા ઉપલબ્ધ છે અને ફર્નિચર, નોકરી સંબંધિત સામાન, વાહનના સમારકામ તથા હોનારતને કારણે આવેલ મેડિકલ અને ડેન્ટલ બિલ સામે પણ સહાયતા મેળવી શકાય છે.  બ્રૉન્ક્ઝ, કિંગ્ઝ, નસાઉ, ક્વીન્સ, રિચમન્ડ, રૉકલૅન્ડ, સુફોક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીઝમાં રહેતા ભાડૂતો જેમને નુકસાનીનો સામનો કરવો પડ્યો હોય અને ઇડા વાવાઝોડાં પછી પોતાના ઘરમાં ન રહી શકતા હોય, તેઓ ફેમા તથા યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તરફથી સહાયતા મેળવવાના પાત્ર હોઈ શકે છે. જો તમારી પાસે ભાડૂતનો વીમો હોય તો પહેલાં ઇન્શ્યોરેન્સ આપનાર કંપનીને વીમાનો ક્લેઇમ કરવા માટે કૉલ કરો. પછી ફેમામાં અરજી કરો. જો તમે વીમો કરાવેલો હોય તો ઇન્શ્યોરેન્સ આપનાર કંપની તરફથી આપવામાં આવેલી માહિતી ફેમાને આપો, જેમાં પતાવટ (સેટલમેન્ટ) અથવા ક્લેઇમ અસ્વીકાર કરવાની માહિતી હોઈ શકે છે. ફેમા તરફથી ભાડૂતોને અપાતી સહાયતાનો હેતુ માસિક ભાડું અને જીવનજરૂરિયાતનો સામાન (જેમકે ગૅસ, ઇલેક્ટ્રિક તથા પાણી) નો ખર્ચ કવર કરવાનો છે. ફેમાની ગ્રાન્ટ સિક્યૂરિટી ડિપૉઝિટ્સ માટે પણ લઈ શકાય પરંતુ ટૅલિફોન, કેબલ અથવા ઇન્ટરનેટ સર્વિસ માટે નહીં મળે. ભાડૂતે એ સાબિત કરવા માટે સક્ષમ હોવો જોઈએ કે તેઓ ફેમાની રહેઠાણ માટેની સહાયતા તથા ફેમાની અન્ય જરૂરિયાતોસંબંધી (જેમકે ખાનગી પ્રૉપર્ટી અને સામાન ફેરવવા તથા તેને સ્ટોર કરવા માટે) સહાયતા મેળવતા પહેલાં હોનારતમાં નુકસાન પામેલી જગ્યા તેમનું પ્રાથમિક રહેઠાણ હતી. મિલ્કત પર કબજો સાબિત કરવા માટે હોનારતથી પ્રભાવિત વ્યક્તિએ ફેમાને લીઝ અથવા ભાડાનો કરાર, ભાડાની પાવતી, યુટિલિટી બિલ્સ, મર્ચન્ટનું સ્ટેટમેન્ટ, સરકારી અધિકારીનું સ્ટેટમેન્ટ (નિવેદન), આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ, સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશનનાં કાગળિયાં, સ્થાનિક શાળાનાં કાગળિયાં, સંઘ તથા રાજ્ય તરફથી મળતા લાભ અંગેના દસ્તાવેજ, વાહનનું રજિસ્ટ્રેશન, રહેઠાણનું એફિડેવિટ અથવા અદાલતના દસ્તાવેજ અને મોબાઇલ હોમ પાર્કના દસ્તાવેજ જમા કરાવવા પડી શકે છે. ફેમાની હૅલ્પલાઇન 800-621-3362 (711/વીઆરએસ) પર તજજ્ઞો કયા દસ્તાવેજો સ્વીકાર્ય છે, તેમની તારીખ તથા અન્ય વિગતો બાબતે વધારે માહિતી આપી શકે છે. ભાડૂતોને યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પાસે મોકલી શકાય છે, જે હોનારતથી પ્રભાવિતોને નીચા વ્યાજદર પર લૉન આપે છે. એસબીએ લૉન એવા ખર્ચ સામે મદદ પૂરી પાડી શકે છે જે વીમામાં કવર થતો નથી. ભાડૂત 40 હજાર ડૉલર સુધીની લૉન માટે અરજી કરી શકે છે જે સમારકામ અથવા સામાન બદલવા અથવા કપડાં, ફર્નિચર, ઘરવખરીના સાધનો અને અન્ય અંગત મિલ્કતો જેમકે વાહનને થયેલા નુકસાનની ભરપાઈ માટે વાપરી શકાય. જે લોકોની એસબીએ લૉન માટે લાયકાત ન હોય તેમને ફરી ફેમા પાસે અદર નીડ્સ અસિસ્ટન્સ ગ્રાન્ટ પ્રોગ્રામ (અન્ય જરૂરિયાતો માટે મળતી ગ્રાન્ટ) માટે મોકલી શકાય છે. જો તમને એસબીએ પાસે મોકલવામાં આવે તો તમારે તમારી અરજી પૂરી કરીને દાખલ કરવાની હોય છે. જો તમારી અરજી મંજૂર થઈ ગઈ તો તમારે લૉન સ્વીકાર કરવી ફરજિયાત નથી હોતી પરંતુ જો તમારી અરજી નામંજૂર થાય તો તમને ફેમા તરફથી અન્ય સહાયતા માટે પણ અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે. અનેક રીતે ફેમાની સહાયતા માટે અરજી કરી શકો છે: * DisasterAssistance.gov [http://www.disasterassistance.gov/] વેબસાઇટની મુલાકાત લો, ફેમા મોબાઇલ ઍપ વાપરી શકો છો અથવા ફેમાની હૅલ્પલાઇન 800-621-3362 (711/વીઆરએસ) પર કૉલ કરી શકો છો. લાઇનો સાતે દિવસ સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી હોય છે, ઑપરેટર તમારી ભાષામાં બોલતા તજજ્ઞ સાથે વાત કરાવી શકે છે. જો તમારી પાસે રિલે સર્વિસ જેમકે વીડિયો રિલે સર્વિસ, કૅપ્શનવાળી ટૅલિફોન સર્વિસ અથવા અન્ય સર્વિસ હોય તો તેનો નંબર ફેમાને આપો. ફેમાએ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ પણ ખોલ્યાં છે જ્યાં તમે ફેમાના કર્મચારીઓ અને અન્ય સંઘીય તથા રાજ્યની એજન્સીઓના પ્રતિનિધિઓને મળી શકો છો જે તમને હોનારત પછી મળતી મદદ વિશે માહિતી આપી શકે છે. તમારી આસપાસમાં આવેલા રિકવરી સેન્ટર શોધવા માટે DRC Locator (fema.gov) [https://egateway.fema.gov/ESF6/DRCLocator] વેબસાઇટ પર જાઓ. એસબીએની લૉન માટે અરજી કરવા માટે તમે એસબીએની સુરક્ષિત વેબસાઇટ https://DisasterLoanAssistance.sba.gov [https://disasterloanassistance.sba.gov/] પર જાઓ. તમે DisasterCustomerService@SBA.gov  પર ઇમેલ કરી શકો છો અથવા એસબીએના કસ્ટમર કૅર સર્વિસ સેન્ટરને 800-659-2955 પર સંપર્ક કરી શકો છો. ફેમાની સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ શુક્રવાર, પાંચ નવેમ્બર છે. વધારે ઑનલાઇન માહિતી અને ફેમાના ડાઉનલોડ કરી શકે તેવા ચોપાનિયાં માટે DisasterAssistance.gov [http://www.disasterassistance.gov/]  વેબસાઇટ પર જાઓ અને “ઇન્ફૉર્મેશન” પર ક્લિક કરો. ખાસ સામુદાયિક જરૂરિયાત માટે મદદ આપતી એજન્સીઓ પાસે જવા માટે https://www.211nys.org/contact-us પર તમારી સૌથી નજીકના 211કાઉન્ટ્સ સેન્ટરનો સંપર્ક કરો અથવા 211 પર કૉલ કરો. ન્યૂ યૉર્ક શહેરના રહેવાસીઓ 311 પર કૉલ કરી શકે છે. ઇડા વાવાઝોડાં પછી સહાયતાના પ્રયાસોની માહિતી માટે www.fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615]  વેબસાઇટ પર જાઓ. ટ્વિટર પર twitter.com/femaregion2 [https://twitter.com/femaregion2] અને ફેસબુક પર www.facebook.com/fema [https://u7061146.ct.sendgrid.net/ls/click?upn=TeZUXWpUv-2B6TCY38pVLo9jw1V-2Bo5zjnJlDYvuv2Uss9fUVdD4qLUR5g5P6aeNyAlWOKN_LMDzpl4Nq0l0W7twxHuEzy-2BkxlPg1d7K-2BpAa67OMQF5aA3Z72-2FXM6Bwrk4PgC4ALq-2FN1KZFbq0dIvnjAHIkenOosVeIy4jryNdFhuuVQTvMNeSZQoq3SlT5fPNb9sLEVqccFjBpGLgekSvXV4V4hRGXKdRoDwH7rTrfqYkkwnBGBQ7mTam70ypCa7vTSGgQPx3VU-2BsGnPThHbfDLBkZWFlMiQwx8seofD3qtXHJlJ4IB4EF6LVlCG5HnEzQtAAkMrLOBTy9t4Vb7B3fmmefuNpMnUhT-2Fjwku7Jg2LYMW7EUDxOK70xI4UAjuhp332OxfRqkwLThQXmMBpNL4AL1zHZnUDpnOkYUu-2B-2BxUfTtmne8-3D] ફૉલો કરો.